દૂધ પીધા પછી ક્યારેય ના કરવું આ વસ્તુઓનું સેવન, મુકાઈ શકો છો મુશ્કેલીમાં
આપ સૌ જાણતા જ હશો કે દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે. દૂધ પીવાથી આપણને જરૂરી પોશાક્તાત્વો મળી રહે છે.દૂધ પોતે જ સંપૂર્ણ આહાર છે. દુધમાં વિટામીન્સ અને મિનરલ્સના લીધે લોકો એને પીતા હોય છે પરંતુ આયુર્વેદના નિયમો અનુસાર દુધની સાથે અમુક એવી વસ્તુઓ છે જેનું સેવન કરી શકાય નહિ.
જો દૂધ સાથે આ ચીજ વસ્તુનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને નુકસાન થાય છે જેથી એ ખુબ જરૂરી છે કે તમારે દૂધ સાથે દર્સાવેલી ચીજ-વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ. તમને જણાવી દઈએ કે દુધની સાથે લીંબુ અથવા મીઠાનું ક્યારેય પણ સેવન કરવું જોઈએ નહિ તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને તેના લીધે જ તમને શારીરિક સમસ્યાઓ પણ ઉપજે છે તેમજ તે ખાવાથી ચામડીના રોગ, દાદર, ખુજલી વગેરે થવાની સંભાવના રહે છે.
દુધની સાથે કોઈ પણ પ્રકારનું કઠોળ ખાવું જોઈએ નહિ.મગની દાળ, ચણાની દાળ વગેરે દૂધ સાથે લેવું જોઈએ નહિ.અડદની દાળ જોડે દૂધ લેવાથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. ગાજર, શક્કરીયા, બટેકા,તેલ, ગોળ,મધ, દહીં, નારીયેળ, લાશન ,આંબલી આ કોઈ જ ચીજ- વસ્તુઓ દૂધ સાથે કે દૂધ પીધા પછી લેવી જોઈએ નહિ.આ દરેક વસ્તુઓ અને દુધના સેવન વચ્ચે લગભગ ઓછામાં ઓછું ૨ કલાકનું અંતર રાખવું જોઈએ.
દૂધનું સેવન નમકીન કે ખટાશવાળી વસ્તુઓ સાથે ક્યારેય કરવઉ જોઈએ નહિ.આ બધી વસ્તુઓ લીધા પછી જો તરત પેલા કે પછી દૂધ પીવામાં આવે તો તેના ઓડકાર આવે છે અને એ ઓળ્કારના લીધે જ ગંભીર રોગો લાગુ પડી જાય છે.
દૂધ અને દહીંની તાસીર ઠંડી ગણાય છે અને તે કારણથી જ તેને ગરમ ચીજ વસ્તુઓ સાથે પીવું જોઈએ નહિ. માછલીની તાસીર ગરમ હોય છે એટલે માછલીને ક્યારેય પણ દૂધ કે દહીં સાથે ખાવું જોઈએ નહિ.જો આ બંને સાથે લેવામાં આવે તો પેટની કે ત્વચાની બીમારીઓ સર્જાય છે.
દૂધ અને ફળોનું સેવન પણ સાથે કરવું જોઈએ નહિ. દુધમાં કેલ્સિયમ રહેલું હોય છે જયારે ફળોમાં એન્જાઈમ્સ રહેલું હોય છે જેના લીધે શરીરને પોષક તત્વો મળતા નથી. સંતરા અને અનાનસ જેવા ખાટા ફળો પણ દૂધ સાથે લેવા જોઈએ નહિ. ઘન લોકોને દૂધ-કેળા ખાવાની ટેવ હોય છે પરંતુ બંને દૂધ અને કેળા શરીરમાં કફ પેદા કરે છે અને તેના લીધે પાચનશક્તિ પણ ખરાબ થાય છે.