નટુ કાકાએ જણાવી તેમની આખરી ઈચ્છા, આ રીતે લેવી છે દુનિયાથી વિદાય..

ટેલિવિઝનની લોકપ્રિય સીરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટૂ કાકા નું પાત્ર એક્ટર ધનશ્યામ નાયક કેન્સર સામેનો જંગ લડી રહ્યા છે. 77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોનું મનોરંજન પૂરું પાડનાર એક્ટર ધનશ્યામ નાયકને ગળા પર કંઇક ડાઘા જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમણે ડોક્ટર્સને કહ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં જ તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. ત્યારબાદથી તેમનાં ચાહકો પણ નટુ કાકા માટે દુઆ માંગી રહ્યા છે

ધનશ્યામ નાયકના પરિવાર દ્વારા કીમોથૈરપી સેશન્સ શરૂ કરાવવામાં આવ્યું છે. જ્યારે ચાહકો પણ ઇચ્છે છે કે, સૌના પ્રિય નટુ કાકા જલ્દી જ સ્વસ્થ થઇને ફરી એક વખત સૌની વચ્ચે પરત આવી જાય. તેમ છતાં આ વચ્ચે એ પણ સમાચાર સામે આવ્યા છે કે, નટૂ કાકાએ તેમની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેમણે કહ્યું છે કે, જો તેમનું નિધન થઈ જાય તો તેઓ મેકઅપ સાથે જ મરવા માંગે છે.

ઇન્સ્ટંટ બોલિવૂડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર ઘનશ્યામ નાયકે તેમની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ અનુસાર ફેન્સના પ્રિય નટુ કાકાએ જણાવ્યું છે કે, તેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગે છે. તમને જણાવી દઇએ કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણાં વર્ષોથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની સાથે જોડાયેલ છે અને ચાહકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન પણ કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કઢાઈ હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો હતો. આ મુશ્કેલ સમયમાં પણ તેમણે ગુજરાતના દમણમાં શોનું શૂટિંગ પણ કર્યું હતું. ધનશ્યામ નાયક આવનારા એપિસોડમાં મુંબઇમાં થનારી શૂટિંગ અંગે આતુર જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *