નાના પડદાના પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં મુખ્ય પાત્રમાં જોવા મળતી અભિનેત્રી મુનમુન દત્તા હાલના દિવસોમાં હેડલાઈન્સમાં બનેલી છે. જણાવી દઈએ કે અભિનેત્રી મુનમુન દત્તા ટીવી શો ઉલટા ચશ્મામાં બબીતાનો રોલ પ્લે કરે છે. જે આજે ઘરોમાં ઘણું વધારે મશહુર છે.

તેમના રોલને દર્શકો ઘણો પસંદ કરે છે. હવે તાજેતરમાં જ અભિનેત્રી મુનમુન દત્તા એક મોટા કારણથી ચર્ચાઓમાં ચાલી રહી છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કહી દીધું છે જેના કારણે ખુબ મોટો વિવાદ ઉભો થઇ ગયો છે અને મોટાપાયે અભિયાન ચાલવા લાગ્યું છે.

મુનમુન દત્તાએ ઉચ્ચારેલા અમુક શબ્દોના લીધે સોશિયલ મીડીય પર લોકો ભડકી ગયા છે, તેની માનસિકતા સામે પ્રશ્નો કરી રહ્યા છે અને તેની ધરપકડને લઈને માંગણી કરી રહ્યા છે. ફક્ત એટલું છે કે સોશિયલ મીડિયા પર આ બાબત એટલી વધી ગઈ છે કે હવે હેશટેગ અરેસ્ટ મુનમુન દત્તા ટ્રેન્ડ પણ કરી ચુક્યું છે.

આવો જાણીએ કે શું છે પૂરી ઘટના, વાત હકીકતમાં તે છે કે મુનમુન દત્તાએ તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં તે મેકઅપ કરતી જોવા મળી રહી છે. તે દરમિયાન તેણે મેકઅપ કર્યો અને યુટ્યુબ પર આવવાની છે. પરંતુ આ દરમિયાન તેમણે તુલનાત્મક લહેકામાં કંઈક એવું બોલી દીધું કે તેના ચાહકોને જરાપણ પસંદ નથી આવ્યું. ટ્વીટર પર ઘણા સામાજિક કાર્યકર્તાઓ આ વિડીયો સાથે સરકારને તાત્કાલિક પગલા ભરવાની માંગણી કરી છે અને તેમાંથી જ એક સામાજિક કાર્યકરે આ વિડીયો મુકવા સાથે સરકારને વિનંતી કરી છે.

તમે તે વિડીયોમાં જોઈ શકો છો. અભિનેત્રી મુનમુન દત્તાના એ શબ્દના ઉચ્ચારણ બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થઇ ગયો, તમને જણાવી દઈએ કે આજની ૨૧ મી સદીના સમયમાં આવા શબ્દોનું ઉચ્ચારણ અને માનસિકતાનું પ્રદર્શન હજુ પછાત માનસિકતાની જ નિશાની કહી શકાય. દેશમાં આટલા કાયદા કાનુન હોવા છતાં જો કોઈ જાતિ વિશેષ માટે આવા શબ્દો ઉચ્ચારીને અપમાનિત કરવાના કૃત્ય થાય તે જરા પણ યોગ્ય નથી અને એક જવાબદાર ને જાણીતી કલાકાર જો આવું કરે તો બિલકુલ યોગ્ય ના કહેવાય.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેને આકરા શબ્દોમાં વખોડી છે અને અલગ અલગ પ્રકારની વાતો કહી રહ્યા છે. જો કે બાદમાં ખુદ મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માફી માંગી લીધી છે પરંતુ તેના એવા અહંકારભર્યા સ્વભાવમાં જાતિગત શબ્દોના સ્વમુખે ઉચ્ચારણ પછી તેને માફી આપવામાં આવે છે કે કેમ તે સમય જ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *