કહેવાય છે ને કે કિસ્મત બદલાતા વાર નથી લાગતી અને આ માત્ર કહેવત નથી પરંતુ કોઈ કોઈ લોકોના જીવનમાં આ વાક્ય પ્રતીત પણ થાય છે. એવી જ એક વાત છે મુકેશ અંબાણીના પરિવારની. એક સમયે જે પરિવાર સામાન્ય જીવન જીવતો હતો અને આજે એ પરિવાર દુનિયાના સૌથી અમીર પરિવારોમાંથી એક છે.

તેમજ એ પણ સૌને ખ્યાલ છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી માત્ર ભારત ના જ નહિ પરંતુ પુરા એશિયાના સૌથી ધનવાન યુગલ છે. આ કપલની પાસે અખૂટ ધન-સમૃદ્ધિ છે પરંતુ આટલા અમીર હોવા છતાં તેઓએ તેમના બાળકોને સામાન્ય બાળકોની જેમ જ મોટા કાર્ય છે અને આ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે.

ચાલો જાણીએ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીથી જોડાયેલી એક વાત, જે દર્શાવે છે કે આટલા અમીર હોવા છતાં તેમના બાળકોને કેટલી સાદી રીતે ઉછેર્યા છે. મુકેશ અંબાણીને તો ગરીબીનો અર્થ ખબર છે અને તેઓ  એ ઘણીવાર કહી પણ ચુક્યા છે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઈશા અંબાણી કોલેજ ટાઈમમાં ૧૮ થી ૨૦ છોકરીઓ જોડે વોશરૂમ શેર કરતી હતી.

તેણીનીએ  તેનું ગ્રેજ્યુએશન યેલ યુનિવર્સીટીમાંથી કર્યું છે અને ત્યાં તે બીજા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ રહેતી હતી.નીતા અંબાણીએ હિન્દુસ્તાન ટાઈમ્સના એક ઇન્ટરવયુંમાં જણાવ્યું હતું કે ઈશા ત્યાં ડોરમેટ્રીમાં રહેતી હતી અને ત્યાં એક રૂમમાં ઘણી છોકરીઓ રહેતી હતી.

નીતા અંબાણીએ એ પણ જણાવ્યું છે કે રજાના દિવસોમાં તે કોઈ દિવસ બાળકોને લેવા માટે પ્રાઈવેટ જેટ મોકલતા ના હતા.બાળકો એર ઇન્ડિયાની ફ્લાઈટમાં જ મુસાફરી કરતા હતા.તેમજ બાળકોને તો એર ઇન્ડિયાની ફ્લાઈટ એટલી ગમતી હતી કે તેઓ તેમને પણ એમાં જ મુસાફરી કરવાની સલાહ આપતા હતા.

એટલું જ નહિ નીતા અંબાણી જણાવે છે કે તેમના બાળકો જયારે સ્કુલમાં જતા ત્યારે પોતે બાળકોને દર શુક્રવારે ૫ રૂપિયા પોકેટમની આપતા હતા.જેનાથી તેઓ કેન્ટીનમાં નાસ્તો કરતા હતા. જાણકારી માટે કહીએ તો અંબાણી પરિવારના બાળકો સ્કુલ કોલેજ જવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હતા.

નીતા અંબાણી આ બધું કરવા પાછળનું કારણ દર્શાવતા કહે છે કે હું આવું એટલા માટે કરતી હતી કે તો જ બાળકો સામાન્ય જિંદગી જીવતા શીખે અને પૈસાનું મહત્વ સમજે. ભલે ગમે એટલી રીચ ફેમીલી હોય પરંતુ રૂપિયાની કીમત સમજવી ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *