આ 5 અમૂલ્ય વસ્તુઓના માલિક છે મુકેશ અંબાણી, આખી દુનિયામાં થાય છે તેમની ચર્ચા..

ભારતનો સૌથી ધનિક પરિવાર ‘અંબાણી’ પરિવાર છે અને વિશ્વના સૌથી ધનિક લોકોમાં મુકેશ અંબાણીનું પણ નામ છે. મુકેશ અંબાણીએ માત્ર રિલાયન્સ અથવા જિઓ દ્વારા જ પોતાનો વ્યવસાય ફેલાવ્યો નથી. પરંતુ તે ઘણા ક્ષેત્રોમાં પણ કામ કરે છે અને તેમની પત્ની નીતા અંબાણી પણ શાળાઓ અને ઘણા એનજીઓ ચલાવે છે.

તેમની પાસે 5 એવી કિંમતી ચીજો છે, જેની કિંમત ઊંચા આસમાને છે. દરેક લોકોને તેમની આ સિદ્ધિની જાણકારી પણ નથી. કારણ કે અંબાણી પરિવાર પાસે ધંધો કરવાનો વિશેષ અનુભવ છે, જે ભાગ્યે જ કોઈની પાસે હોય છે. આ 5 કિંમતી ચીજોનો માલિક છે અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી વિશે તમે ઘણી વાતો સાંભળી હશે, બંને જુદા જુદા કારણોસર ચર્ચામાં રહે છે.

ક્યારેક તેમની પાર્ટીઓ દ્વારા, તો ક્યારેક તેમના લક્ઝુરિયસ હાઉસ દ્વારા. આટલું જ નહીં, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના શોખ પણ એટલા હાય-ફાઇ છે કે તેના વિશે સાંભળીને લોકો દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. અહીં અમે તમને આવી જ 5 મોંઘી ચીજો વિશે જણાવીશું, જેની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે.

એન્ટિલિયા: મુંબઇમાં આવેલું અંબાણી હાઉસ, જેનું નામ એન્ટિલિયા છે, અહીં મુકેશ અંબાણી તેના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે. આ મકાનમાં 27 માળ છે અને તે mythical Atlantic island થી પ્રેરિત છે. જો 8 ની તીવ્રતાનો ભૂકંપ પણ આવે, તો આ મકાનમાં કોઈ ફરક નહીં પડે.  આ મકાનમાં લક્ઝરી મૂવી થિયેટર પણ છે.

તેમાં 50 લોકો મળીને ફિલ્મની મજા માણી શકે છે. આ સિવાય તેમાં સ્વિમિંગ પૂલ, સ્પા, જિમ, જેકુઝી, ડાન્સ સ્ટુડિયો અને યોગ સેન્ટર પણ છે. તેમાં અંદર આઈસ્ક્રીમ પાર્લર પણ છે અને પુરા ઘરમાં 9 હાઇ સ્પીડ એલિવેટર છે. આ મકાન 400000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને જો તેની હાલની કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો તેની કિંમત 2 બિલિયન થશે, જેમાં 600 લોકો કામ કરી રહ્યા છે.

કાર ગેરેજ: અંબાણી હાઉસ એન્ટિલિયામાં ફક્ત 6 માળનુ તો કાર ગેરેજ છે, જ્યાં પાર્કિંગની સાથે સાથે કારની સર્વિસ પણ થાય છે. આ ગેરેજમાં એક સાથે 168 વાહનો પાર્ક કરી શકાય છે અને જો અંબાણી હાઉસમાં પાર્ટી હોય તો અહીં આવનાર મહેમાનોની ગાડીઓ અહીંયા જ પાર્ક કરવામાં આવે છે. હવે તમે તેના ભાવનો અંદાજ લગાવી શકો છો.

પ્રાઇવેટ જેટ: બોલિવૂડની ઘણી હસ્તીઓ પાસે પણ તેમના પ્રાઇવેટ કોર્પોરેટ જેટ છે. પરંતુ નીતા અંબાણી અને મુકેશ અંબાણી પાસે એરબસ 319 છે. તેની કિંમત 43.4 મિલિયન હોવાનું કહેવાય છે. જો આપણે ભારતીય ચલણમાં વાત કરીએ તો તે 467 કરોડની આસપાસ છે. આ જેટમાં 25 મુસાફરોને બેસી શકે છે અને એરબસ સંપૂર્ણપણે લક્ઝરી છે. તેમાં એક લાઉન્જ, પોશ ડાઇનિંગ એરિયા, મનોરંજન માટે એક કેબિન પણ છે.

યોટ: મુકેશ અંબાણી પાસે પોતાનું એક પ્રાઇવેટ યોટ પણ છે. જેને તમે પાણીમાં તરતા મહેલ તરીકે કહો તો તે ખોટું નહીં. અંબાણી પરિવારની યોટ મુંબઈના બ્રિજ કેન્ડ બીચ પર પાર્ક કરેલી છે અને આ યાટ 68 મીટર લાંબી, 38 મીટર પહોળી છે. તેનો ફ્લોર એરિયા 36600 સ્ક્વેર ફીટ છે અને આ યોટમાં 40 થી 50 લોકોને બેસી શકે છે.

BMW કાર: જોકે અંબાણી પરિવારના દરેક સભ્યની પોતાની વ્યક્તિગત લક્ઝરી કાર છે, પરંતુ બીએમડબ્લ્યુનું આ મોડેલ ઘણા મોટા સ્ટાર્સ પાસે જ હોય છે. મુકેશ અંબાણી પાસે BMW760Li છે, જેની કિંમત 19 મિલિયન છે. આ કારમાં ઘણી વિશેષ સુવિધાઓ છે અને તેની સાથે ઘણા ફિલ્ટર્સ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *