દુનિયાના ખૂણા-ખૂણામાં કઈક કેટલાય પર્યટન સ્થળ આવેલા છે. જ્યાં દર વેકેશનમાં હજારો લોકો ફરવા જાય છે. હિલ-સ્ટેશનની જેમજ દુનિયામાં ઘણા બધા દેશોમાં ઘણા બધા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જ્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ પહોચતા હોય છે. જેમાંથી આજે અમે તમને અલગ-અલગ દેશોમાં આવેલા પાંચ મોટા હિંદુ મંદિરો વિશે જણાવવા જી રહ્યા છીએ જે ઘણા પ્રસિદ્ધ છે.

અક્ષરધામ મંદિર : ભારતની રાજધાની દિલ્હીમાં અક્ષરધામ મંદિર આવેલું છે. જ્યાં માત્ર દેશના જ નહિ પરંતુ વિદેશથી પણ ઘણા બધા ભક્તો અહી દર્શન માટે આવે છે. આ મંદિર ૨૪૦૦૦૦ મીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે. અહીની કલાકૃતિ બધાને પોતાની તરફ આકર્ષે છે.

છતરપુર મંદિર:ભારતની રાજધાની દિલ્હીમાં જ આ દુર્ગામાતા (કાત્યય્નીમાતા) મંદિર પણ આવેલું  છે. જે ખુબ મોટું છે અને અહી પણ દર વર્ષે શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોચે છે આ મંદિર લગભગ ૨૮૦૦૦૦ઈટા સ્ક્વેરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં કરેલું નકશી કામ દરેક લોકોને આકર્ષિત કરે છે.

શ્રી રંગ્નાથસ્વામી  મંદિર:  દુનિયાના જે મોટા મંદિર છે તેમાંથી ભારતનું એક વધુ મંદિર તેમાં સમાવિષ્ટ છે અને તે મંદિર રંગનાથ સ્વામી મંદિર છે જે ભાર્થના તીરુચિરાપલ્લી સહેરમાં આવેલું છે. આ મંદિર ૬૩૧૦૦૦ મીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે.

અંકોરવાટ મંદિર: અંકોરવાટ મંદિર કંબોડિયામાં આવેલું છે. જેને ૧૨મી સદીમાં રાજા સુર્ય્વાર્મ્ન દ્વીતીયે બનાવડાવ્યું હતું. આ મંદિર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને દુનિયાના સૌથી મોટા મંદિરોમાંથી એક છે. આ મંદિર લગભગ ૧૬૨.૬ હેક્ટરમાં બન્યું છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોચે છે.

સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર: આ મંદિર સૌથી મોટા મંદિરોમાં નું એક છે અને તે અમેરિકાના ન્યુજર્સીમાં આવેલું છે. આ મંદિર ૬,૬૬,૦૦૦ મીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે. ભારતમાંથી પણ ઘણા બધા લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *