મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ પછી હવે ફિલ્મી ક્ષેત્રમાં કામ કરશે, કરવામાં આવી મોટી જાહેરાત

Advertisements
Advertisements

મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયા માટેના તેના યોગદાન માટે ખૂબ યાદ કરવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની કૂલ સ્ટાઈલ અને વ્યુહાત્મક આયોજનથી ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. તેમને ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તે હજુ પણ આઈપીએલમાં રમી રહ્યા છે.

ક્રિકેટના મેદાન પછી હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મી દુનિયા તરફ પ્રયાણ કર્યું છે. જે મુજબ હવે મહેન્દ્ર સિંહ ધોનીએ તેમનું ફિલ્મ નિર્માણ માટેનું પ્રોડક્શન હાઉસ શરુ કર્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ શરુ કર્યું પ્રોડકશન હાઉસ: એમએસ ધોનીએ ફિલ્મો બનાવવા માટે પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ છે. એક ટ્વીટમાં રવિવારે આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ ટ્વીટમાં એક ફોટો પણ શેર કર્યો જેમાં ધોની જોવા મળી રહ્યો છે અને તેના પ્રોડક્શન હાઉસનું નામ પણ લખેલું છે.

મહેન્દ્ર સિંહ ધોની પ્રોડકશન હાઉસ ત્રણ ભાષાઓમાં ફિલ્મો બનાશેઃ મહેન્દ્ર સિંહ ધોનીના પ્રોડક્શન હાઉસ તરફથી જે પોસ્ટર બહાર આવ્યું છે તેના અનુસાર તેના પ્રોડક્શન હાઉસ હેઠળ તેલુગુ, મલયાલમ અને તમિલમાં ફિલ્મો બનાવવામાં આવશે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે, એટલા માટે તમિલનાડુમાં તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે.

તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની પણ ચેન્નાઈ ગયો હતો. નોંધનીય છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. તેની ગણના આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *