જ્યોતિષશાસ્ત્રની શાખા સામુદ્રિક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના પગ તેનું ભાગ્ય અને દુર્ભાગ્યના સંકેત આપે છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યું છે કે અમુક કાર્ય એવા હોય છે જે પગથી ના કરવા જોઈએ તો પણ લોકો કરતા હોય છે જેનાથી  તેમનો ખરાબ સમય આવે છે.

વાસ્તુશાસ્ત્ર પણ એ વાત માને છે કે રાતે સુતા સમયે પગને સાચી દિશામાં રાખીને સુવું જોઈએ. પગની સફાઈ વિષે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો દર્શાવવામાં આવી છે જો તમે એ વાતોને ધ્યાનમાં લેશો તો જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકશો.

જયારે પણ તમે ઘરમાં ક્યાય બહારથી પ્રવેશ કરો તો પગરખા ઉતારીને સૌ પ્રથમ કાર્ય તમારા પગ ધોવાનું કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં પ્રવેશેલી બધી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે અને તમારા પગ પણ સ્વચ્છ બનશે.

સુખી જીવન પામવા અને એકાગ્રતા વધારવા માટે જયારે પણ મંદિર જાવ કે ઘરે પૂજા કરો તો તેના પહેલા પગ અવશ્ય ધોવા જોઈએ.જયારે પણ યોગ કરો તો એ પહેલા પગ ધોવા જોઈએ.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારે પુરતી અને સારી ઊંઘ પ્રાપ્ત કરવી હોય તો સુતા પહેલા પગ ધોઈને જ પથારીમાં જવું જોઈએ.જેથી તમારા શરીરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા દુર જશે અને રાતે ખરાબ સપના પણ નહિ આવે.

જો તમે પૂર્વ દિશા તરફ તમારા પગ રાખીને સુવો છો તો તમારી ઊંઘમાં ખલેલ પહોચે છે. ઉત્તર દિશા તરફ પગ રાખવાથી સ્વાસ્થ્ય તથા આર્થિક સ્થિતિ સુધરે છે.

પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સુવાથી થાક દુર થાય છે અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. દક્ષીણ દિશામાં પગ રાખીને સુવાણી મનાઈ ગણાય છે.

ભોજન કરતા પહેલા બધા લોકો હાથની સફાઈ કરે છે પરંતુ કોઈ પગની સફાઈ પર ધય્ન આપતું નથી પરંતુ વૈજ્ઞાનિકોના માટે પણ જેટલા તમારા પગના તળિયા સ્વચ્છ હશે તેટલી જ તમારી પાચનશક્તિ સારી રહેશે.ક્યારેય પણ પગ પર પગ રગડીને ધોવા જોઈએ નહિ. તેનાથી જીવનમાં વ્યક્તિને ધનહાનીણો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *