નોકરી છોડીને ચાલુ કરી કંપની, ઉભું કરી દીધુ 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય

દિલકી સુનો ઔર આગે બઢતે રહો … એક દિન સફલતા જરુર મિલેગી. હા, આ વ્યક્તિએ આવુ જ કર્યું. આ વ્યક્તિએ 2002 માં નોકરી છોડી દીધી અને પોતાની એક નાની કંપની શરૂ કરી અને આજે તેઓ 6000 કરોડ રૂપિયાથી વધુના માલિક બની ગયા છે.

આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દેશની પ્રખ્યાત હોટલ ચેઈન ‘લેમન ટ્રી’ ના માલિક પટુ કેશવાની છે. લેમન ટ્રી 2-4 સ્ટાર હોટલ છે. પટુ કેશવાનીની સફળતાની વર્તા તમને જીવનના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપશે.

નોકરીથી કંટાળીને પોતાની કંપની શરૂ કરનાર પટુ કેશવાનીએ એકવાર એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે કર્મચારી તરીકે તેમને કંટાળો આવવા લાગ્યો, ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે તે નોકરી છોડી દેશે. કેશવાનીએ કંઇક અલગ કરવાનું વિચાર્યું અને હોટલના વ્યવસાયમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી.

જોકે, પટુ કેશવાનીના માતાપિતા તેમના આ નિર્ણયથી ખુશ ન હતા. તે જ સમયે, તેમની પત્ની શરાનીતા તેમને સંપૂર્ણ ટેકો આપી રહી હતી. તમને જણાવી દઈએ કે તેમની પત્ની તે સમયે કેએફસીની માર્કેટિંગ ડિરેક્ટર હતી. પાછળથી તે તેના પતિ સાથે તેમની કંપનીમાં જોડાઇ ગઈ હતી.

પટુ કેશવાનીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે- ‘હું એક હોટલ બનાવવા માંગુ છું જ્યાં ફાઇવ સ્ટાર હોટલની 60% સુવિધા અડધા ભાવે ઉપલબ્ધ હોય.’ આ જ મોડેલ પર કામ કરતાં કેશવાણીએ હરિયાણાના ગુરુગ્રામમાં 1.5 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી.

તેમણે કહ્યું કે મે ગુરુગ્રામની પસંદગી એટલા માટે કરી હતી  કે મોટાભાગના કોર્પોરેટરો ત્યાં આવે છે અને રહે છે. તેમણે તાજ ગ્રુપમાં કાર્યરત તેમના કેટલાક જૂના મિત્રોને પણ તેમના નિર્ણય વિશે જણાવ્યું. દરેક સાથે ચર્ચા કર્યા પછી જ કંપનીનુ નામ લેમન ટ્રી રાખવામા આવ્યુ.

મે 2004 સુધીમાં, કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં 5 સ્ટાર સુવિધાઓવાળા 50 રુમ હતા. તેમાં એક રૂમ માટે એક રાત્રિ રોકાવાનો ખર્ચ માત્ર 1600 રૂપિયા હતો. કંપનીના પ્રારંભિક એક મહિનામાં, તેમનો વ્યવસાય 40% જેટલો હતો.

જ્યારે તે સમયે કોઈ એડ્સ આપવામાં આવી ન હતી. કંપની ડાયરેક્ટ માર્કેટિંગ કરતી હતી. આ આઈડિયા ઝડપથી આગળ વધ્યો અને પ્રથમ 5 વર્ષમાં કંપનીનો નફો 1 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો.

કેશવાનીના જણાવ્યા મુજબ, આ ખૂબ કામ સરળ નહોતું કારણ કે તેમના મિત્રો મોટી મોટી નોકરીઓ છોડીને તેમને ટેકો આપવા માટે આવ્યા હતા. તેમના પર ખૂબ દબાણ હતું. જો કે, સારી મેનેજમેન્ટ ટીમ સારુ મેનેજમેંટ કેવી રીતે કરવું તે જાણતી હતી અને આનો તેમને ફાયદો થયો. વ્યવસાય પણ ઝડપથી વધવા લાગ્યો.

આ પછી, ખાનગી ઇક્વિટી કંપની વોરબગ પિનકસે કંપનીમાં 210 કરોડ રુપિયાનું રોકાણ કર્યું. પછી કોટક મહિન્દ્રા રિયલ્ટીએ 32 કરોડ રૂપિયા લગાવ્યા હતા. ડિસેમ્બર 2006 સુધીમાં, હોટલમાં 125 રુમ્સ હતા. એટલું જ નહીં, વ્યવસાય પણ 90 ટકા સુધી પહોંચી ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *