જાણો શા માટે હનુમાનજીને ચડાવવામાં આવે છે તુલસીના પાન કે તુલસીની માળા..

હનુમાનજીની વિધિ-વિધાન થી પૂજા કરવાથી કષ્ટોનો અંત થાય છે અને હનુમાનજી આપની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજીની આરાધના કરતી વખતે તેમને બુંદીનો ભોગ ચડાવવામાં આવે છે અને તુલસીની માળા પણ અર્પણ કરવી જોઈએ.હનુમાનજીને તુલસીની માળા ચડાવવાનું ખુબજ ફળદાયક માનવામાં આવે છે. આ માળા ચઢાવવાની સાથે એક કથા જોડાયેલી છે જે આ મુજબ છે.

એકવાર સીતામાતા ભોજન બનાવી રહ્યા હતા ત્યારે ત્યાં હનુમાનજી આવ્યા અને તેમણે સીતામાતાને કહ્યું મને ખુબજ ભૂખ લાગી છે કૃપા કરીને મને ખાવાનું આપો ત્યારે સીતામાતાએ તરત જ હનુમાનજીને ભોજન કરવા આપ્યું પરંતુ હનુમાનજીનું પેટ ભરાયું નહિ . ખાવાનું બધું પૂરું થઇ ગયું તેમ ચાત હનુમાનજી બીજું ભોજન માંગવા લાગ્યા.

ત્યારે સીતા માતા એ રામજીને કહ્યું અને મદદ માંગી કે હનુમાનજીની ભૂખને કેવી રીતે શાંત કરું ત્યારે રામજીએ સીતામાતાને કહ્યું કે હનુમાનજીને ખાવામાં માત્ર એક તુલસીનું  પાન આપો. તુલસીનું એક પાન ખાવાથી તેમની ભૂખ શાંત થઇ જશે અને સીતામાતા એ તરત જ હનુમાનજીની થાળીમાં તુલસીનું પાન રાખ્યું અને આ પાન ખાઈને તરત જ હનુમાનજીની ભૂખ શાંત થઇ ગઈ.

ત્યારથી જ હનુમાનજીને તુલસીનું પાન અને તુલસીની માળા અર્પણ કરવાની પ્રથા ચાલી આવે છે.જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ત્યારે હનુમાનજીને બુંદીનો ભોગ ચડાવવો જોઈએ. લાલ રંગની બુંદી બજરંગબલીને ખુબ પ્રિય હોય છે. બુંદી કે લાડુ ચડાવવાથી બધી ગ્રહ્દશાઓ દુર થાય છે.હનુમાનજીને લાલ અને પીળો રંગ ખુબ જ પ્રિય છે.

તેથી જ તેમની પૂજા કરતી વખતે તેમને લાલ કે પીળા રંગના ફુલ અર્પણ કરવા જોઈએ. હનુમાનજીને ગલગોટો,ગુલાબ કે કમળનું ફુલ ચડાવવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીની સાથે ભગવાન રામ તેમજ માતા સીતાની પૂજા પણ કરવી જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા અને પાઠ પૂર્ણ થયા પછી ભગવાન શ્રી રામ અને માતા સીતાનું નામ લેવું જોઈએ.

એવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજીની પ્રતિમા સામે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને તેમણે સિંદુર અર્પણ કરવું જોઈએ. તેમજ આ સિંદુરને ઘરે લાવીને તમારી પથારીની નીચે રાખવાથી ભય અને ડરમાંથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *