રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અંબાણી પરિવાર ના માત્ર પોતાના મોટાપાયાના બિઝનેસ માટે જ ફેમસ છે પરંતુ તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ લોકોની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. દીકરી ઇશા અને પુત્ર અનંત અને આકાશ. ઇશા અને આકાશના તો લગ્ન થઇ ચુક્યા છે.

તેવામાં હવે તે વાતની ચર્ચા થાય છે કે આખરે અનંત અંબાણીના લગ્ન ક્યારે અને કોની સાથે થશે. હાલમાં અંબાણી પરિવાર તરફથી કોઈ તેવી વાત જાહેર નથી કરવામાં આવી પરંતુ અનંત અંબાણીનું નામ રાધિકા મર્ચન્ટ સાથે જોડવામાં આવતું રહ્યું છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના રીલેશનશીપ અંગે સોશિયલ મીડિયામાં ઘણી વાતો થતી હોય છે.

તેવી અફવાઓ પણ ઉડી હતી કે રાધિકા અને અનંતે સગાઈ કરી લીધી છે. રાધિકા મર્ચન્ટની સાથે અનંત અંબાણીનું નામ જોડાવા પાછળ કેટલાક વાયરલ વિડીયોઝ અને તસ્વીરો છે. ૨૦૧૮ માં ઇશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈના ફંક્શનમાં રાધિકા મર્ચન્ટને અનંત અંબાણી સાથે સ્પોટ કરવામાં આવી હતી.

ત્યારે એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણીની બહેન ઇશા અંબાણી અને તેની થનારી ભાભી શ્લોકા મહેતા સાથે પદ્માવતીના ઘૂમર ગીત પર ડાંસ પરફોર્મ કરતી દેખી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એવી તસ્વીરો વાયરલ છે જેમાં અનંત અને રાધિકા સાથે જોવા મળી રહ્યા છે.

નીતા અંબાણીની સાથે પણ રાધિકા મર્ચન્ટની તમામ તસ્વીરો વાયરલ છે. જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત ઉદ્યોગપતિ વીરેન મર્ચેન્ટની પુત્રી છે. રાધિકાની માતાનું નામ શૈલી અને બહેનનું નામ અંજલી મર્ચન્ટ છે. વીરેન માર્ચન્ટ ADF ફૂડસ લીમીટેડના નોન એક્ઝ્યુક્યુટીવ ડાયરેક્ટર છે. સાથે જ તેઓ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સી.ઈ.ઓ. અને વાઈસ ચેરમેન પણ છે.

રાધિકા મર્ચન્ટનો પરિવાર કચ્છી ભાટિયા પરિવાર છે જે મૂળ કચ્છ (ગુજરાત)નો વતની છે. હાલમાં તો મર્ચન્ટ પરિવાર મુંબઈમાં જ સેટલ થઇ ચુક્યો છે. રાધિકા મર્ચન્ટના દાદા અજીતકુમાર ગોવર્ધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની જેમ સાધારણ ટ્રેડરથી એક સફળ બિઝનેસમેન બન્યા હતા. મર્ચન્ટ પરિવાર અંબાણી પરિવારના પારિવારિક મિત્રોમાં શુમાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *