બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓ તેમની વૈભવી જીવનશૈલીને લીધે ચાહકોમાં ચર્ચાનું કારણ બનીને રહે છે. હા, તેઓ કોઈપણ ફિલ્મ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરતા હોય છે. આવામાં તેમની કમાણી પણ વધારે હોય છે. જેના લીધે તેમને વૈભવી જીવનશૈલી જીવવામાં કોઈ સમસ્યા આવતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા 5 સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે.

શાહરૂખ ખાન :- બોલિવૂડનો કિંગ કહેવાતા શાહરૂખ ખાન આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સનો સહ-માલિક છે. જીક્યૂના રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 4300 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન :- ફિલ્મો ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ જાહેરાતથી ઘણી કમાણી કરે છે. આ ઉપરાંત તે કૌન બનેગા કરોડપતિને પણ તેઓ હોસ્ટ કરે છે. જેનાથી તેમની કુલ સંપત્તિ 2876 કરોડ રૂપિયા છે.

અક્ષય કુમાર :- બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર સતત હિટ ફિલ્મો આપવા અને તેના પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ કરવા માટે જાણીતા છે. તેની કુલ સંપત્તિ 2000 કરોડ રૂપિયા છે.

સલમાન ખાન :- ફિલ્મો ઉપરાંત બોલિવૂડના દબંગ સલમાન ખાન પણ જાહેરાત અને બિગ બોસથી સારી કમાણી કરે છે. આ સિવાય તેણે બજારમાં પોતાની બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. તેની કુલ સંપત્તિ 1868 કરોડ રૂપિયા છે.

આમિર ખાન :- બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનને બોક્સ ઓફીસ પર ટ્રેન્ડ સેટર માનવામાં આવે છે. તેમની વર્ષમાં એક જ ફિલ્મ રિલીઝ થાય છે અને તેનાથી તેઓ દમદાર કમાણી કરી લેતા હોય છે. હા, તેની કુલ સંપત્તિ 1078 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *