ચાલો જાણીએ બારેમાસ ઉપયોગી એવી કોથમીરના ફાયદા અને તેને વાપરવાની રીત..
લીલા ધાણાના પાનનો ઉપયોગ શાકના સ્વાદ માટે કરવામાં આવે છે. તેમજ કોથમીરની ચટણી ભજીયા, સેન્ડવિચ, પકોડી,રગડા-પેટીસ બધામાં ખુબ મહત્વ ધરાવે છે. પરંતુ કોથમીરના ઘણા ફાયદા છે જેના વિશે તમણે કદાચ જ ખ્યાલ હશે. તો ચાલો જાણીએ કોથમીરના પાનના ૧૦ ફાયદા:કોથમીરમાં વિટામીન એ અને સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.
ગરમી હોય કે ઠંડી તે શરીરને કાયમ લાભ આપે છે. પાચનશક્તિને મજબુત કરવી હોય તો કોથમીર રોજબરોજના ખોરાકમાં ઉમેરવી જ જોઈએ.કોથમીર ખાવાથી પેટને લગતી બીમારીઓમાં આરામ મળે છે અને ગેસ,પેટનો દુખાવો,અપચો વગેરેથી છુટકારો મળે છે. તેનાથી શરદી-ખાંસીમાં પણ છુટકારો મળે છે.
કોથમીરમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અને તેને નિયંત્રણમાં રાખે છે. કોથમીરમાં લોહીમાં ઇન્સુલીનની માત્રા નિયમિત કરે છે. કોથમીરના ટીપા આંખમાં નાખવાથી પણ આંખોને ફાયદો થાય છે. તેમાં વિટામીન એ , વિટામીન સી , કેલ્શિયમ તેમજ મેગ્નેસિયમ ભરપુર માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
લીલા ધાણાના ઉપયોગથી વાનગી ટેસ્ટી અને ગુણકારી તો બને જ છે પરંતુ તેનાથી વાનગી સુંદર અને મનને મોહિત પણ એટલી જ કરે છે અને આંખોને વાનગ જોવી ખુબ ગમે છે. વાનગીમાં કોથમીર નાખતા જ વાનગીનો દેખાવ બદલાઈ જાય છે. કોથમીરને ફ્રેશ રાખવા માટે હંમેશા તેને એઈર ટાઈટ ડબ્બામાં રાખવી જોઈએ તેમજ તેને ફ્રીજમાં જ રાખવી જોઈએ .
જો તેને બહાર રાખસો તો તે તરત ચીમળાઈ જાય છે. કોથમીરના જેટલી જ ગુણકારી છે તેની દાંડીઓ. કોથમીર સમારતી વખતે તેની દાંડીઓ પુરેપુરી ફેંકી ના દેવી જોઈએ પરંતુ તેને પણ કોથમીરની સાથે સમારવી જોઈએ. જેનાથી તેનો સ્વાદ પણ સરસ આવે છે અને તે ગુણકારી પણ એટલી જ હોય છે.