કિન્નરોનો અંતિમ સંસ્કાર ખરેખર ખૂબ જ રહસ્યમય હોય છે. સામાન્ય રીતે તેમને તેમના મૃત્યુનો અહેસાસ થઇ જાય છે. પરંતુ આ વાત ફક્ત કિન્નર સમુદાયને જ ખબર હોય છે અને કોઈને પણ તેની જાણ થઈ શકતી નથી. મૃત્યુ પછી, તેમને ચંપલથી માર મારવાની અને તેમને ગાળો દેવાની પણ પરંપરા છે.. ઘણી આવી જ વાતો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.

લગ્ન અથવા બાળકના જન્મ જેવા ખુશીના પ્રસંગે ઘરે અચાનક ક્યાંથી કિન્નર આવીને ઉભા રહી જાય છે, અને આશીર્વાદ આપીને તેમની ભેટ (બક્ષિસ) લઈને તેમની દુનિયામાં પાછા જતા રહે છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલ વાહનોના કાચ ખખડાવતા તમે કિન્નરોને જોયા હશે. પ્રચલિત જાતીય અભિગમથી અલગ સેક્સ (લૈંગિક) પસંદગી ધરાવનાર કિન્નરોની દુનિયામાં ખૂબ જ અલગ છે, જેમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

આટલું જ નહિ તેમના અંતિમ સંસ્કારમાં પણ ઘણા ઓછા લોકો જાય છે. જાણો છો, કેવી રીતે થાય છે કિન્નરોનો અંતિમ સંસ્કાર અને કઇ વિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘણાં કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે, જેનાથી તેમને મૃત્યુનો અહેસાસ થઇ જાય છે. મૃત્યુ થવાનું છે તે જાણ્યા પછી કિન્નરો ક્યાંય પણ આવવા જવાનું અને ખાવાનું પણ બંધ કરી દે છે.

આ દરમિયાન તેઓ ફક્ત પાણી જ પીવે છે અને ભગવાનને તેમના અન્ય કિન્નરો માટે પ્રાર્થના કરે છે કે તેઓ આગળના જન્મમાં કિન્નર ન બને. આસપાસના અને દૂર આવેલા કિન્નરો મૃત્યુ પામી રહેલ કિન્નરના આશીર્વાદ લેવા આવે છે. કિન્નરોમાં માન્યતા છે કે મરનાર કિન્નરની પ્રાર્થના ખૂબ જ અસરકારક હોય છે.

કિન્નર સમુદાય સિવાય કોઈ પણ બહારની વ્યક્તિને મૃત્યુ પામેલા કિન્નર અથવા કિન્નરના મૃત્યુની જાણ કોઈ પણને થવી જોઈએ નહીં, તેની ખાસ સાવચેતી રાખવામાં આવે છે. મૃતદેહને જ્યાં દફનાવવામાં આવી રહ્યો છે, ત્યાં અધિકારીઓને પણ તેના વિશે પહેલાથી જ જણાવી દેવામાં આવે છે કે આ માહિતી ગુપ્ત (છુપાયેલ) રહે.

અંતિમયાત્રા દરમિયાન મૃતદેહને ચાર ખભા પર લાવવાની પરંપરાથી અલગ કિન્નરોમાં મૃતદેહને ઉભા રાખીને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય લોકો જો મૃત કિન્નરના શરીર જોઈ પણ લે તો મૃતકને ફરીથી કિન્નરનો જ જન્મ મળે છે.

કિન્નર પોતે જ તેમના જીવનને એટલા શ્રાપિત માને છે કે અંતિમ સંસ્કાર પહેલા મૃતકને બુટ અને ચંપલ વડે માર મારવામાં આવે છે અને ગાળો પણ આપવામાં આવે છે જેથી મૃત કિન્નરના જીવિત દરમિયાન કોઈ ગુનો કર્યો હોય તો તેનો પ્રાયશ્ચિત થઇ જાય છે અને તેના પછીનો જન્મ સામાન્ય માણસનો મળે. તેમના સમુદાયમાં એક પણ કિન્નરના મૃત્યુ પછી, સંપૂર્ણ પુખ્ત કિન્નર સમુદાય આખા એક અઠવાડિયા સુધી ઉપવાસ કરે છે અને મૃતકો માટે પ્રાર્થના કરે છે.

કિન્નરોમાં મૃતદેહ સળગાવવાને બદલે તેને દફનાવવામાં આવે છે. અંતિમવિધિ ગુપ્ત અને સરળ રીતે કરવામાં આવે છે. મૃત શરીરને સફેદ કાપડમાં લપેટી દેવામાં આવે છે, આ પ્રતીક છે કે મૃતદેહનો આ શરીર અને આ દુનિયા સાથેનો બધો સંબંધ તૂટી ગયો છે. મોં માં કોઈ પવિત્ર નદીનું પાણી રેડવાનો પણ રિવાજ છે, જેના પછી તેને દફનાવવામાં આવે છે.

મૃતકનો અંતિમ સંસ્કાર સમુદાયની બહારના કોઈપણ વ્યક્તિ જોઈ ન શકે, આ માટે બધા કિન્નરો પ્રયત્નો કરે છે, આ જ કારણ છે કે મોડી રાત્રે જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો તેમને ખબર પણ પડી જાય કે કોઈ બહારનો વ્યક્તિ અંતિમવિધિ જોઈ રહ્યો છે, તો તે તે વ્યક્તિ માટે જોખમી સાબિત થઇ શકે છે. તેને માર પણ મારવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *