કેમ ગણપતિ દાદાને સૌથી વધારે ભાવે છે મોદક? તેની પાછળ છે ખૂબ જ રસપ્રદ વાર્તા..

હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગણેશ ઉત્સવ આવે છે અને લોકો ગણેશજીને તેમના ઘરે લાવે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથીથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે. તમે બધા જાણતા હશો કે ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી, તેમને પ્રસાદ પીરસવામાં આવે છે અને તેમને બદામ, મીઠાઈઓ અને તેમના પ્રિય ભોગ અર્પણ કરવામાં આવે છે.

મોદક શ્રી ગણેશનો સૌથી પ્રિય ભોગ છે પણ શું તમે જાણો છો કે તેમને મોદક કેમ પસંદ છે, તો આજે આપણે જાણીશું કે ભગવાન ગણેશને કેમ ભાવે છે મોદક… એક દંતકથા પ્રમાણે, એકવાર ભગવાન શિવ સૂતા હતા અને ગણેશ જી દરવાજાની રક્ષા કરી રહ્યા હતા. જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા ત્યારે ગણેશજીએ પરશુરામને રોક્યા.

આ સાંભળીને પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે પરશુરામનો પરાજય થવા લાગ્યો ત્યારે તેમને ગણેશજી પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કરવાનું નક્કી કર્યું અને તેમને તે કર્યું. ગણેશજી ભગવાન શિવના આ શસ્ત્રને માન આપતા હતા, તેથી તેમને કોઈ પ્રહાર કર્યો નહિ, આ કારણે તેમને આ વિશેષ પરશુરામ થી છોડેલું શસ્ત્ર લાગ્યું.

આ કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. તૂટેલા દાંતને લીધે, તેમને મોઢામાં ઘણો દુઃખાવો થવા લાગ્યો હતો અને તેમને ખાવા -પીવામાં ખૂબ તકલીફ થવા લાગી. પછી તેમના માટે એવી વાસ્તુ જે આરામથી ખવાય, તે માટે મોદક તૈયાર કરવામાં આવ્યા કારણ કે મોદક ખૂબ નરમ હોય છે.

મોદક ખાવાથી તેમનું પેટ ભરાઈ ગયું અને તે ખૂબ જ ખુશ હતા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે પણ તેમને મોદક ચઢાવે છે, તે લોકો પર ગણપતિજી પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *