દેશમાં કોરોના ના કારણે હાહાકાર મચેલો છે. ચૂંટણીમાં લિપ્ત રહેલી સરકારી વ્યવસ્થાને કારણે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ છે તો બીજીતરફ લોકોમાં કોરોનાના નવા મ્યુટેન્ટને લઈને અસમંજસનું વાતાવરણ છે. ત્યારે એઈમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાએ આ અંગે વાતચીત કરી મહત્વપૂર્ણ સવાલના જવાબો આપ્યા.

સવાલ: જો કોઈ વ્યક્તિ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને તે એસિમ્ટોમેટિક છે તો તેણે શું કરવું જોઈએ? જવાબ: જ તમે Asymptomatic છો અને તમારો ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તો તમારે જોવું જોઈએ કે તમને કોમોરબીડીટી તો નથી ને. એટલે કે તમને શુગર, હાર્ટ કે બ્લડપ્રેશરની તકલીફ છે તો તેને કંટ્રોલ કરવી. આ ઉપરાંત ઘર પર અઈસોલેશનની વ્યવસ્થા છે તો ઘર પર જ આઈસોલેશન થઇ જાઓ. આ ઉપરાંત તમારે સેચ્યુરેશન મોનીટરીંગ કરવાની છે.

તમારી ઓક્સીજન સેચ્યુરેશન કેટલી છે. તમે પોતાને હાઈડ્રેટ કરીને રાખો. પાણી અને ઇલેક્ટ્રોલાઈટ્સ સારી માત્રામાં લો અને પોતાનું તાપમાન પણ મોનીટર કરતા રહો. આ ઉપરાંત ડોક્ટરની પણ સલાહ લેવી. કારણકે તેમની સાથે ટચમાં રહેવું ખુબજ જરૂરી છે. કારણકે આવનારા કેટલાક દિવસોમાં જો તમારી અંદર કોઈ લક્ષણ દેખાય છે તો પછી તમે ડોકટરનો સંપર્ક કરી શકો છો. કેટલીક જગ્યાઓ પર દવાઓ આપવામાં આવે છે. કેટલીક મલ્ટી વિટામીન આપવામાં આવે છે. વિટામીન સી આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ઘણી દવાઓ અપાય છે તો તમે ડોકટરનો સંપર્ક કરીને દવા લઇ શકો છો.

સવાલ: મારી ઉંમર ૮૦ વર્ષ છે પરંતુ લક્ષણ ગંભીર નથી શ્વાસ સામાન્ય ચાલી રહ્યા છે, ઓક્સીજન લેવલ યોગ્ય છે તો શું મારે હોસ્પિટલ જવું જોઈએ? જવાબ- આ ઘણો મહત્વપૂર્ણ મુદ્દો થઇ જાય છે કે લક્ષણ સામાન્ય છે પરંતુ તમે હાઈરિસ્ક કેટેગરીમાં છો. આ સ્થિતિમાં જો કે તમે ઘરે પણ આઈસોલેટ થઇ શકો છો. પરંતુ જો તમે કોવિદ સેન્ટર પર જઈ શકો છો તો વધારે સારું રહેશે.

જેથી તમારી ઉપર નજીકથી ધ્યાન રાખી શકાય. જો તમારા ઘરે આઈસોલેશનની વ્યવસ્થા છે અને તમે કોઈ હોસ્પીટલના સંપર્કમાં છો, જેનાથી હાલત બગડવા પર તરત હોસ્પિટલ મોકલી શકાય છે તો પછી તમે હોમ આઈસોલેશનમાં રહી શકો છો. તમે વૃદ્ધ છો તો તમારા માટે વધારે સારું રહેશે કે તમે કોવિડ સેન્ટરમાં રહો, જેનાથી હાલત બગડવા પર તમારું સારી રીતે ધ્યાન રાખી શકાય.

સવાલ- મને કોવીડ હતો અને હવે રીપોર્ટ નેગેટીવ આવી ચુક્યો છે તો પછી સારું થવાના કેટલા દિવસ બાદ લોકોને મળવું યોગ્ય રહેશે? જવાબ- રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો તમને પોઝીટીવ થયે દસ દિવસ થઇ ચુક્યા છે અને બે ત્રણ દિવસમાં તમને બિલકુલ તાવ નથી રહ્યો, તમારામાં કોરોનાનો કોઇપણ લક્ષણ નથી દેખાઈ રહ્યો તો તમે લોકોને મળી શકો છો. તમારો RTPCR ત્યારે પણ પોઝીટીવ હોઈ શકે છે. કારણકે RTPCR ડેડ વાયરસને પણ પીક કરે છે. સ્ટડીમાં બતાવાયું છે કે તમે પુરેપુરા સ્વસ્થ છો. દસ દિવસમાં તમારામાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા તો તમે પુરેપુરા નોન ઇન્ફેકશિયસ છો અને લોકોને મળી શકો છો.

સવાલ- નવા મ્યુટેન્ટ વાય્ર્સમાં શું કોરોનાના લક્ષણ અને કઈ અન્ય જોડાયેલું છે? જવાબ- મોટાભાગના લક્ષણ એ જ છે. શરદી, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને ખાંસી થવા, તાવ. પરંતુ કેટલાક લોકોમાં જોવામાં આવ્યું છે કે તેમને શ્વાસની તકલીફ નથી થતી. તેમનું પેટ ખરાબ રહે છે. જેમકે લુઝ મોશન, ડાયરિયા, ઉલટી અને તાવ થઇ ગયો.

આ વખતે એવા પણ પેશન્ટ જોવા મળી રહ્યા છે. પહેલા પણ જોવામાં આવ્યા હતા પરંતુ આ વખતે એવા લક્ષણવાળા દર્દીઓની ટકાવારી વધારે છે, જેમને ગેસ્ટ્રીક લક્ષણ વધે છે. એટલે જો તમને લુઝ મોશન, ડાયરિયા, ઉલટી અને તાવ જેવા લક્ષણ હોય તો સારું રહેશે કે તમે તમારો ટેસ્ટ કરાવી લો, ભલે તમને શ્વાસની કોઈ સમસ્યા નથી.

સવાલ: લાંસેટના આર્ટીકલમાં કહેવામાં આવ્યું છે કે અ ડિસીઝ એરબોર્ન છે. શું એરબોર્ન હોવ્ય અત્યારની મોટી વાત છે? શું સર્ફેંસથી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે? જવાબ- છેલ્લા આઠ – નવ મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે- એરબોર્ન Vs ડ્રોપલેટ ઇન્ફેકશન? બન્નેની વચ્ચે શું ફર્ક છે તે સમજવું જરૂરી છે. જ્યારે આપણે ડ્રોપલેટ ઇન્ફેકશનની વાત કરીએ છીએ તો તે થોડા મોટા સાઈઝના થઇ ગયા.

૫ માઈક્રોનથી વધારે મોટા. ડ્રોપલેટ છે જે બોલવાથી, ખાંસીથી, છીન્કથી બહાર નીકળે છે. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ આવું કરે છે તો તેના મોઢા કે નાકથી ડ્રોપલેટ નીકળે છે, કારણકે તેની સાઈઝ મોટી છે તો તે હવામાં નથી તરતું. તે સીધું જ સર્ફેસ પર આવી જાય છે.

એટલે સર્ફેસ ઇન્ફેકશનની વાત કહેવામાં આવી હતી. તો એરબોર્નને યુરોસોળ ટ્રાંસમિશન કહે છે. તેમાં વાયરસ નાના નાના હોય છે. તે ૫ માઈક્રોનથી નાના હોય છે એટલે ઘણી વાર સુધી હવામાં તરત રહી શકે છે. તે જમીન પર પડતા નથી. એટલે કે એરોસલ ટ્રાન્સમિશનમાં આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. પહેલા લોકો ડ્રોપલેટને માનતા હતા અને એરોસોલને વધારે મહત્વ નહોતા આપતા. પરંતુ હવે માનવામાં આવે છે કે બન્ને મહત્વપૂર્ણ છે. સર્ફેસવાળું હવે એટલું મહત્વપૂર્ણ નથી. એટલે વારંવાર સર્ફેસ સાફ કરવું કે ધોવું એટલું મહત્વનું નથી.

આપણે આપણા હાથ વારંવાર ધોવા જોઈએ. હવે શાકભાજી ધોવી અને કપડા ધોવા એટલા મહત્વપૂર્ણ નથી. એરબોર્ન હોવાથી એક બાબતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે ઘરની અંદર ક્રોસ વેન્ટીલેશન હોય. બારીઓ ખોલીને રાખવી જેનાથી જો રૂમની અંદર વાયરસ છે તો તે બારીમાંથી બહાર નીકળી જાય. સ્વચ્છ હવાનું આવવું ખુબજ જરૂરી છે. માસ્ક હંમેશા લગાવીને રાખવા, ભલે ને તમારું અંતર વધારે હોય.

સવાલ- શું ત્રીજી લહેરની શક્યતા છે? જવાબ- આઉટડોર વાતાવરણ સારું છે, પરંતુ તેનો એ મતલબ નથી કે બહાર આપણે લોકો ભીડ કરીએ. કારણકે ભીડ પણ સુપરસ્પ્રેડીંગ બની શકે છે. જો કોઈએ એકસરસાઈઝ કરવી છે તો તે બહાર કરે કે ખુલ્લી જગ્યાએ કરે. જો રૂમમાં કરે છે તો ક્રોસ વેન્ટીલેશન હોવું જોઈએ. મારું માનવું છે કે તૈયારી પૂરી કરવી જોઈએ. આપણે કોઇપણ પ્રકારની ઢીલ ના આપવી જોઈએ. બીજી લહેર પણ ઢીલના કારણે જ જોવા મળી રહી છે. એટલે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું.

સવાલ- શું ખાવાથી સંક્રમણ થાય છે? જવાબ- ખાવાથી વાયરસ નથી ફેલાતો. જો બહારથી કઈ મંગાવો છો તો સારું રહેશે કે ડબ્બાને નવશેકા પાણીથી ધોઈ લેવું. શાકભાજી ધોઈને ફ્રીઝમાં રાખ્યા બાદ કે સ્ટોર કર્યા બાદ હાથ જરૂરથી સાફ કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *