મિત્રો, લગ્ન એક એવી વસ્તુ છે જે વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. લગ્ન પછી તમારી ઘણી બધી જવાબદારીઓ વધી જાય છે. તમારા જીવનમાં એક એક કરીને ઘણા બધા ફેરફારો આવી જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને લગ્ન પછીની જિંદગીમાં એડજસ્ટ થવામાં ઘણો સમય લાગી જાય છે. ખાસ કરીને છોકરીઓ માટે લગ્ન એ એક મોટું પરિવર્તન હોય છે.

તેનું કારણ એ છે કે ભારતમાં લગ્ન પછી, મોટાભાગની મહિલાઓ પોતાના માતાપિતા નું ઘર છોડીને સાસરીમાં તેના પતિના ઘરે રહેવા જાય છે. અહીં સાસરે સાસુ-સસરાના ઘરે મહિલા માટે બધું જ નવું હોય છે. આ નવા ઘર અને નવા લોકો વચ્ચે એડજસ્ટ કરવામાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓ પણ આવે છે.

ઘણી વાર કોઈ ભૂલ થઈ જાય અથવા કોઈની સાથે સારા ન બનીએ તો સાસરિયાઓના ટાણા પણ સાંભળવા પડે છે. કેટલાક સાસરી વાળા તો પુત્રવધૂ પર ઘણાં બધા નિયંત્રણો પણ લગાવી દે છે. આવી સ્થિતિમાં મહિલાઓની સ્વતંત્રતા પણ જોખમમાં મૂકાય જાય છે. તેથી જ આપણે કહી શકીએ કે લગ્ન પછી સૌથી વધુ એડજસ્ટ ફક્ત મહિલાઓએ જ કરવું પડે છે.

પુરુષની વાત કરવામાં આવે તો, તે તો તેના જ ઘરમાં રહે છે જ્યાં તે બધા લોકોને પહેલેથી જાણે છે. તેના જીવનમાં કોઈ ખાસ પરિવર્તન આવતો નથી, બસ ઘરમાં એક સભ્ય વધુ વધી જાય છે. છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને પુરુષોની સમાનતાની વાત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણી સ્ત્રીઓ આ સવાલ કરે છે કે લગ્ન પછી મહિલાઓએ જ ઘર છોડીને સાસરિયાના ઘરે કેમ જવું પડે છે? શું પુરુષો લગ્ન પછી ઘર છોડીને સાસરિયાના ઘરે ન આવી શકે?

ભારતમાં આવી ધારણા તોડવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. જો કોઈ પુરુષ પોતાનું ઘર છોડીને સાસરિયાના ઘરે જમાઈની જેમ રહે પણ છે તો સમાજ તેને ટાણા મારી મારીને તેને શરમજનકતા નો અહેસાસ કરાવતો રહે છે. આવી સ્થિતિમાં આ જૂની પરંપરા હજી પણ અકબંધ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતનો એક ભાગ એવો પણ છે કે જ્યાં લગ્ન પછી સ્ત્રીઓ નહીં પરંતુ પુરુષો ઘર છોડીને સાસરીએ રહેવા જાય છે. આજે અમે તમને આ જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અહીં લગ્ન પછી સાસરીમાં રહે છે પુરુષો: મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના લક્ષદ્વીપમાં મિનિકોય નામના ટાપુ પર વસતા મેટ્રિનાઇલ (matrilineal) મુસ્લિમ અને ખાસી સમુદાયોના લોકોમાં આ પ્રથા ખૂબ જ પ્રચલિત છે કે લગ્ન પછી પુરુષોએ પોતાનું ઘર છોડીને સાસરિયામાં રહેવું પડશે. એટલું જ નહીં, અહીં કેટલાક પુરુષો તો તેમના સાસુ-સસરાના ઘરે ગૃહિણીઓની જેમ રહે છે અને ઘરનું કામકાજ પણ સંભાળે છે.

મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સાથે જરૂર શેર કરો. અને સાથે અમને કોમેન્ટમાં એ પણ જણાવો કે આ વિશે તમારો મત શું છે? શું લગ્ન પછી ફક્ત મહિલાઓએ જ સાસરિયે જવું જોઈએ કે પછી પુરુષોએ પણ આવું કરવું જોઈએ? જો કોઈ પુરુષ આવું કરે છે, તો તમે તેને ટાણા મારશો અથવા ગર્વ અનુભવશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *