જો તમારી આંખો પણ કોમ્પ્યુટર અને મોબાઈલ પર કામ કરીને થાકી જાય છે? તો કરો આ કામ, મળશે તરત રાહત

આજના સમયમાં ઓફિસના કામથી લઈને શાળા અને કોલેજના કાર્ય પણ લેપટોપ પર કરવામાં આવી રહ્યા છે. કલાકો સુધી સ્ક્રીન પર નજર રાખવાથી આંખનો થાક સામાન્ય છે. પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે થાકેલી આંખોથી કામ કરવું કેટલું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આપણે આંખોનો  થાક દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઈ શકીએ છીએ.

તે આંખોનો  થાક દૂર કરશે જ, સાથે સાથે આંખોની આજુબાજુની ત્વચાને પણ ફ્રેશ  બનાવશે. તો ચાલો જાણીએ કે કઈ રીતે આપણે આપણી થાકેલી આંખોને મિનિટોમાં ફ્રેશ  બનાવી શકીએ. સતત કેટલાક કલાકો સુધી સ્ક્રીન પર કામ કરવાથી આંખોમાં દુખાવો અને બળતરા થાય છે.

આંખનો દુખાવો અને બળતરા ઘટાડવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો.  ઉનાળાની ઋતુમાં, વચ્ચે કામમાંથી વિરામ લો અને ફ્રિજના પાણીથી તમારી આંખોને છાંટો. આમ કરવાથી આંખોની બળતરા ઓછી થશે અને તણાવ પણ ઓછો થશે.

તુલસી અને ફૂદીનાનો આ રીતે ઉપયોગ કરવો: આ માટે તમે તુલસી અને ફુદીનાના પાનને પાણીમાં આખી રાત રાખો અને બીજા દિવસે આ પાણીમાં કૉટન પલાળીને આંખો પર રાખો. આમ કરવાથી આંખોનો થાક દૂર થશે અને ત્વચા પણ તણાવમુક્ત રહેશે.

ગુલાબજળનો ઉપયોગ: આંખનો થાક અને બળતરા દૂર કરવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ઠંડુ પાણી લો અને તેમાં ગુલાબજળ મિક્સ કરો. આ પછી, તેમાં કૉટન અથવા સુતરાઉ કાપડ નાખો અને તેને તમારી આંખો પર રાખો. 5 મિનિટ આંખ પર મૂકી રાખો . તમે આ પ્રયોગ દિવસમાં ત્રણથી ચાર વખત કરી શકો છો. આ આંખની બળતરા અને થાક ઘટાડશે.

આંખ નો થાક ઉતારવા તેમજ ગરમી દુર કરવા બે  ચમચી લો અને તેને થોડીકવાર ફ્રીઝરમાં મૂકી રાખો ત્યારબાદ તેને બહાર કાઢીને આંખ પર મુકો જે તમારી આંખોમાં રહેલી ગરમી લઇ લેશે જેનાથી આંખોને ઠંડક પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *