જો તમે નીચે દર્શાવેલા ૧૦ નિયમો અપનાવી લેશો તો ક્યારેય પણ કોઈ ગંભીર બીમારી થશે નહિ અને તમે જીવનભર નીરોગી બની રહેશો .ચાલો જાણીએ દસ નિયમો જે તમને જીવનભર રાખી શકે છે નીરોગી.

ચા,કોફી,કોલ્ડડ્રીંક પીવાનું ઓછું કરી દેવું જોઈએ અને બને તો છોડી દેવું જોઈએ. તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.  મીઠાના બદલે સિંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ. ખાંડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વહેલા ઉઠીને વહેલા સુવાની જીવનશૈલી બનાવવી જોઈએ.ભોજન કરતી વખતે ટીવી જોવું જોઈએ નહિ. સિગરેટ, મસાલો, દારુ વગેરેનું જો વ્યસન હોય તો તે છોડી દેવું જોઈએ.

દર પંદર દિવસે એકવાર ઉપવાસ કરવો જોઈએ.મહીને એકવાર નિર્જળા ઉપવાસ કરવો જોઈએ. જયારે પણ ઉપવાસ કરો એ દરમિયાન ફરાળ કરવાનું ત્યજવું જોઈએ. લોકો ફરાળના નામે બટેકાની ચિપ્સ, કેળાની ચિપ્સ વગેરે ખાતા હોય છે જેમાં ખુબ મોટા પ્રમાણમાં કેલેરી હોય છે. ઉપવાસમાં ફાળો, ફળોનો રસ, સુકોમેવો, લીંબુ શરબત વગેરે લેવા જોઈએ.

દરરોજ નિયમિત તમે જો યોગાસન કરી શકો તો યોગાસન અને સમય ના હોય તો પણ સૂર્યનમસ્કારને દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. દરરોજ અડધો કલાક ચાલવા જાવું જોઈએ. તેમજ રોજ થોડો હળવો તાપ લેવો જોઈએ. જેનાથી શરીરને પુરતું વિટામીન D મળી રહે છે.

ભોજનમાં દહીં, છાશ, સલાડ, લીલા શાકભાજી, લસણ, કઠોળ વગેરેનો ભરપુર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.જમતા જમતા પાણી ના પીવું જોઈએ તેમજ જમ્યાના અડધો કલાક પાણી પીવું જોઈએ નહિ.

નિયમિત તુલસીનું શેવન કરવું જોઈએ, જેથી શરીરમાંથી કફ, શરદી વગેરે મૂળમાંથી નીકળી જાય અને સ્વાસ્થ્ય માટે તે એન્ટીબાયોટીક ઔષધિનું કાર્ય કરે છે.

રોજ રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે ઉઠીને પીવું જોઈએ, તેમજ ભોજન  હંમેશા પિત્તળના વાસણમાં ખાવું જોઈએ. આ બંને શરીર માટે ખુબ સારું છે તે શરીરની પાચનશક્તિ સુધારવાનું કાર્ય કરે છે.

જેવી રીતે શરીરને શુદ્ધ ભોજન અને શુદ્ધ પાણીની જરૂર પડે છે તેવી જ રીતે શરીરને શુદ્ધ હવાની જરૂર પડે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં પ્રદુષણના લીધે ચોખ્ખી હવા મળવી ખુબ મુશ્કેલ છે જેથી રોજ પ્રાણાયામ કરવું જોઈએ.

જીવનમાં જો તણાવ, ડીપ્રેશન, ચિંતા જેવા માનસિક વિકાર હોય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એ બધું દુર કરવા માટે નિયમિત ૧૦ મિનીટ ધ્યાન કરવું જોઈએ.

જીવનમાં ગ્રહો- નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય કે ના પડતો હોય પરંતુ વાતાવરણનો પ્રભાવ જરૂરથી પડે છે. ઘણા મકાન એવા હોય છે જેમાં નથી પુરતો સૂર્યપ્રકાશ  મળતો હોતો. તેથી ઘરની દિશાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ આખો દિવસ એસીમાં રહેવાથી પણ શરીર નબળું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *