ચા પીતી વખતે ભૂલથી પણ ના કરવી આ ચૂક.. નહીં તો થઇ શકે છે આ ગંભીર બીમારીઓ..

એતો આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતના મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત ચાથી જ થાય છે, તો તે વાત પણ સત્ય છે કે જે લોકોને ચાની આદત હોય છે તેઓ ચા વગર રહી નથી શકતા. ઘણા લોકો તેવા પણ હોય છે, જે દિવસમાં સરળતાથી ચાર થી પાંચ કપ ચા પી લેતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે વધારે ચાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોય છે.

એટલું જ નહીં પણ તે પણ જણાવી દઈએ કે ઘણા લોકો ચા પીતી વખતે કેટલીક તેવી ભૂલો કરી દે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડે છે. તો હવે તમે તે વિચારતા હશો કે આખરે તેવી કઈ ભૂલ છે જે ચા પીવા દરમિયાન તમે કરો છો. તમને જણાવી દઈએ કે સવારે ઉઠતા જ ક્યારેય પણ કોઈએ ખાલી પેટ ચા ના પીવી જોઈએ કારણકે તેવું કરવાથી તમારી તબિયત પર ઘણી ખરાબ અસર પડે છે.

જાણકારી અનુસાર જણાવી દઈએ કે જો આપ સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવો છો, તો તેનાથી તમને એસીડીટી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. એટલું જ નહીં પણ તે પણ જણાવી દઈએ કે ખાલી પેટે ચા પીવાથી માણસની ઉંમર પણ ઓછી થાય છે એટલે સવારે જયારે ય પણ તમે ચા પીવો તો એક ગ્લાસ પાણી અથવા તો બિસ્કીટ જરૂરથી ખાઈ લેવા.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જમ્યા બાદ ભૂલથી પણ તરત ચા ના પીવી જોઈએ. કારણકે તે તમારી તબિયત પર ખરાબ અસર પાડે છે. જયારે પણ તમે ખાવાનું ખાઓ છો તો ભોજનમાં જે પોષક તત્વ હોય છે તેને આપણું શરીર અવશોષિત કરવામાં થોડો સમય લે છે, પરંતુ જો તમે ખાવાનું ખાઈને તરત જ ચા પી લેશો, તો તે તમારા ભોજનના પોષક તત્વ અવશોષિત ના કરી શકે.

જેનાથી તમારા શરીરને પૂરું પોષણ નહીં મળી શકતું. તેવામાં તમને ડાયાબીટીસ જેવી બીમારો થવાની શક્યતા રહી શકે છે. ઘણીવાર લોકો કડક ચા પીવાનું પસંદ કરે છે પરંતુ તેમને ખબર નથી હોતું કે તેના માટે ચા ને વધુ પડતી ઉકાળવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ચા ને વધારે ઉકાળીને પીવી ના જોઈએ.

આ ઉપરાંત તે પણ જણાવી દઈએ કે એકવાર ચા ગરમ થયા બાદ તેને બીજીવાર ક્યારેય ના ઉકાળવી જોઈએ. આવું કરવાથી તમને એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે. ઘણીવાર તો તેવું પણ થાય છે કે લોકો ચામાં મરિયા, સુંઠ, તુલસી, એલચી, લવિંગ, જાયફળ જેવા મસાલા નાખીને બનાવે છે પરંતુ તમને જણાવી દઈએ કે તમારી તબિયત માટે તે નુકસાનકારક સાબિત થઇ શકે છે. એટલું જ નહીં પણ તે પણ જણાવી દઈએ કે ચામાં રહેલું કેફીન આ મસાલાના ઔષધી ગુણોને ખત્મ કરી દે છે અને તેના દુષ્પરિણામ આપણા શરીર પર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *