એક સાચો ઉદ્યોગપતિ (બિઝનેસમેન) તે છે જે નાની મોટી વસ્તુઓ અને ઓછા સંસાધનોથી પણ કરોડોની કમાણી કરે છે. જ્યારે તમારી પાસે લાખોની મૂડી હોય તો તેની સાથે વેપાર કરવો એ મોટી વાત નથી. સાચું ટેલેન્ટ તો ત્યારે દેખાય છે જ્યારે તમે નબળી આર્થિક સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારા વ્યવસાયને ઉંચાઈ પર લઈ જાય છે.  ત્યારે ઇડલી-ઢોસા વેચીને 100 કરોડની કંપની ઉભી કરનાર આ કુલીનો દીકરો પીસી મુસ્તફા (PC Mustafa) ને જ જોઈ લો.

વાયનાડના એક ગામ ચેન્નાલોડે માં જન્મેલા મુસ્તફાના પિતા એક કૂલી હતા. તેના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મુસ્તફાને ભણવામાં પણ ઘણી સમસ્યાઓ સામે આવી. જ્યારે તે સ્કૂલથી ઘરે આવતા હતા ત્યારે તે તેના પિતાને કોફી બગીચામાં કામ કરવામાં મદદ કરતો હતો. કામને કારણે તે ભણવામાં ધ્યાન આપી શકતો ન હતો.

આને કારણે તે 6 છઠ્ઠા ધોરણમાં નાપાસ પણ થયો. જો કે, તે તેની નિષ્ફળતાથી નિરાશ હતો અને તેને સખત મહેનત કરીને પરિસ્થિતિ બદલવાનો નિર્ણય કર્યો. પરિણામ એ આવ્યું કે, તે 10માં ની પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ આવ્યો હતો. આ સફળતાએ તેને અહેસાસ કરાવ્યો કે જીવનમાં શિક્ષણ કેટલું મહત્વનું છે. સખત મહેનતના બળ પર, તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લીધો.

તેની સખત મહેનત રંગ લાવી અને અમેરિકામાં એક ભારતીય સ્ટાર્ટઅપ મેનહટન એસોસિએટ્સમાં તેને નોકરી મળી ગઈ. નોકરી મળ્યા બાદ તેનું જીવન ટ્રેક પર આવવા લાગી, જોકે તેને મનનો સંતોષ ન મળી શક્યો. તેનામાં કંઈક મોટું કરવાની ઇચ્છા હતી. આને કારણે, તેને ઘણા ક્ષેત્રોમાં કામ કર્યું.

મન ગમતું કામ ન મળતાં તે 2003 માં ભારત પાછો આવી ગયો. તેમના નિર્ણયની ઘણા લોકોએ ટીકા પણ કરી હતી, જોકે મુસ્તફા ને તેની કુશળતા પર વિશ્વાસ હતો. તે હંમેશાં કંઇક નવું કરવા ઈચ્છતો હતો. આવી સ્થિતિમાં તેના મગજમાં રેડી ટુ ઇટ ફૂડ વસ્તુઓ વેચવાનો વિચાર આવ્યો. તેની શરૂઆત તેને સ્કૂટર પર ઇડલી ઢોસા બનાવવા માટે જરૂરી તત્વો વેચીને તેની શરૂઆત કરી.

પહેલા દિવસે તેને 5000 કિલો ચોખામાંથી 15,000 કિલો ઇડલીનું મિશ્રણ તૈયાર કર્યું. તેને ફક્ત 50000 રૂપિયા જ રોકાણ કરીને 2005 માં આઈડી ફ્રેશ કંપની શરૂ કરી. જોકે આ કંપનીની સત્તાવાર શરૂઆત 2010 થી પણ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે કરોડના ટર્નઓવર વાળી આઈડી ફ્રેશ કંપની હાલમાં રેડી ટુ ઇટ ખાદ્ય ચીજો વેચે છે. આ કંપનીની ઇડલી, ઢોસા અને અન્ય વસ્તુઓમાંથી તૈયાર ખાવા માટેના ઘણા ફૂડ મોલ્સ અને દુકાનમાં મળે છે. એક સમય હતો જ્યારે. મુસ્તફાની કંપની એક દિવસમાં માત્ર 100 પેકેટ જ વેચી શકતી હતી. પરંતુ હવે તે એક દિવસમાં 50000 થી વધુ પેકેટ વેચે છે.

આ કંપની દ્વારા મુસ્તફાએ 650 લોકોને રોજગાર પણ આપ્યો છે. તેની કંપની ગામલોકોને રોજગાર આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. 2015-2016માં પીસી મુસ્તફાની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ હતું. જયારે વર્ષ 2017-1018માં તે વધીને 182 કરોડ થઈ ગયું અને 2019-2020 માં 350-400 કરોડ સુધી પહોંચી ગયું.

હવે 48 વર્ષીય મુસ્તફા ભારત પછી દુબઇમાં પણ પોતાની કંપનીને પ્રખ્યાત બનાવવાની યોજના બનાવી રહ્યો છે. તો તમે જોયું કે કેવી રીતે કુલીના પુત્રએ ઇડલી ઢોસા જેવા સામાન્ય નાસ્તા વેચીને કરોડોની કંપની ઉભી કરી દીધી. આશા છે કે તમે પણ આમાંથી પ્રેરણા લીધી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *