IAS અધિકારી બનવું એ દરેક ભારતીય નું સપનું હોય છે.સિવિલ સર્વિસીસની પરિક્ષા ભારતની સૌથી અઘરી પરિક્ષાઓ માં થી એક છે. દેશમાં દર વર્ષે લાખો યુવાનો IAS અને IPS અધિકારી બનવાના સપના લઈને તેની પરીક્ષા આપવા બેસે છે.આ અઘરી પરીક્ષા પાસ કરવા યુવાનો વર્ષોથી ખુબ આકરી મહેનત કરતા હોય છે પરંતુ પરીક્ષામાં બેઠા લાખો યુવાનો માં થી કોઈ-કોઈના જ સપના સાકાર થાય છે.આ પરીક્ષા જેટલી અઘરી હોય છે તેટલી જ તેની નોકરી પણ ચુનોતીઓ વાળી હોય છે.

ચાલો જાણીએ એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે? વર્તમાનમાં એક IAS અધિકારીનો શરૂઆતનો પગાર ૫૦,૦૦૦ રૂપિયા હોય છે. જે સેવાના વર્ષોના આધાર ઉપર ૧,૫૦,૦૦૦ સુધી વધી શકે છે.એ દરમિયાન જુનિયર થી લઈને સીનીયર લેવલ સુધી દરેક સ્તર પર સેલેરી નો દર અલગ-અલગ હોય છે.

સિલેક્સન ગ્રેડ ,સુપર ટાઇમ સ્કેલ અને સુપર ટાઇમ સ્કેલ થી ઉપર ના અધિકારીઓ નું વેતન ૧,૦૦,૦૦૦ થી લઈને ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધી નો હોય છે. સરકાર દ્વારા શીર્ષ સ્તર અને કેબીનેટ સચિવ ગ્રેડ ના અધિકારીઓનું વેતન ૨,૫૦,૦૦૦ રૂપિયા નિશ્ચિત કરવામાં આવ્યા છે.

ઘર: પ્રશાસનિક અધિકારીઓને રહેવા માટે સરકાર તરફથી રહેવા માટે મોટા મોટા બંગલા આપવામાં આવે છે. જો કે ઘર વેતનમાન અને વરિષ્ઠતાના આધાર પર જ મળે છે. આ ઘરોનું કદ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરવામાં આવે છે.

ટ્રાન્સપોર્ટ: સરકાર દ્વારા પ્રશાસનિક અધિકારીઓને વિશીષ્ટ શ્રેણી ના આધાર પર વાહનની સુવિધા પણ આપવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં અધિકારીઓને એમ્બેસેડર કાર, જયારે વરિષ્ઠ અધિકારીઓને ટોયોટા કાર, ફોર્ચ્યુંનર કે ઇનોવા જેવી લક્ઝરી કાર મળે છે.

સુરક્ષા: પ્રત્યેક પ્રશાસનિક અધિકારીને સરકાર દ્વારા તેમને તથા તેમના પરિવારની સુરક્ષા માટે ૨ અંગરક્ષક અને ૩ હોમગાર્ડ આપવામાં આવે છે. સરકાર દ્વરા પ્રશાસનિક અધિકારીઓને કોઈ પણ પ્રકારની ગન આપવામાં નથી આવતી.તેમણે પોતાની સુરક્ષા માટે સામાન્ય નાગરિકોની જેમ બંદુક કે પિસ્તોલના લાયસન્સ માટે અરજી કરવી પડે છે.

બીલ: પ્રત્યેક પ્રશાસનિક અધિકારીને મફત કે વધુ સબસીડી વાળી વીજળી, પાણી, ગેસ, અને ફોનનું કનેક્શન મળે છે. અવકાશ:    સરકારી કે બિન-સરકારી યાત્રાઓ દરમિયાન પ્રશાસનિક અધિકારીને દેશની કોઈ પણ ગેસ્ટ હાઉસ કે બંગલાઓમાં ઓછા દર પર આવાસ મળી જાય છે. તે સિવાય તેમને રાજધાનીમાં સ્ટેટ ભવનમાં રહેવાનો પણ લાભ મળે છે.

રજાઓ: જે અધિકારીએ સેવાના ૭ વર્ષ પુરા કાર્ય હોય તેઓ તેનો લાભ લઇ શકે છે અને ૨ વર્ષની સ્ટડી લીવ પણ લઇ શકે છે.તેમજ એ સમય દરમિયાન વિદેશમાં પણ ભણવા માટે જઈ  શકે છે અને તેનો ખર્ચો પણ સરકાર ઉઠાવે છે. પેંશન: દેશના કોઈ પણ સરકારી કર્મ્ચારીની જેમજ પ્રશાસનિક અધિકારીઓને પણ સેવામાંથી નિવૃત થયા બાદ આજીવન પેંશનનો લાભ મળે છે.

કયા કાર્યો કરે છે IAS અધિકારી ? સરકારી મામલા અને તેની મૂળભૂત રચનાઓ સંભાળવાનું કાર્ય કરે છે. કોઈ પણ મોટી વિષમ પરિસ્થિતિ , લડાઈ અને દુર્ઘટનાઓના મામલામાં પહેલો આદેશ તેમનો હોય છે. સરકારી નીતિઓ લાગુ કરવાનું ,તેને ચલાવવાનું અને સામાન્ય નાગરીકો સુધી પહોચાડવાનું કામ કરે છે.

કોઈ પણ જીલ્લામાં ધનની અનિયમિતતા ના સર્જાય તે જોવાનું કાર્ય પણ IAS જ કરે છે. સરકારી ફંડનું વિતરણ અને ફાળવણી કર્ર્વાનું અને સરકારી નીતિઓ લાગુ કરવાની સાથે મૂળભૂત રચનાઓ બનાવી રાખવાનું કાર્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *