મિત્રો, આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાંની છોકરીઓ સુંદર હોવા છતાં પ્રેમ માટે તરસી રહી છે પરંતુ કેમ, તો ચલો અમે તમને તેના વિશે પણ જણાવી દઈએ. દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં છોકરા નથી. છોકરીઓને લગ્ન માટે છોકરા નથી મળી રહ્યા.

જી હા અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝીલના ગામની વિશે, જ્યાં છોકરીઓની નહીં પણ છોકરાઓની કમી છે. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં કેટલાય લોકો આખી જિંદગી કુંવારા રહીને વિતાવી લે છે અને છોકરાઓને સવિશેષ લગ્ન માટે તકલીફ પડે છે કારણકે આપણા ત્યાં સમાજમાં છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે.

બ્રાઝીલમાં એક કોરએડરો નામનું ગામ પહાડોની વચ્ચે વસેલું છે. આ ગામની ખૂબસુરતી જેવી જ સુંદર આ ગામની છોકરીઓ પણ છે. કહેવાય છે કે આ ગામ વિસ્તારમાં ર૦ થી ૩પ વર્ષની ઉંમરની હજારો છોકરીઓ છે જે કુંવારા છોકરાને શોધી રહી છે, પણ છોકરા મળતા નથી. ગામમાં છોકરા નથી એવું નથી પણ ગામના મોટા ભાગના છોકરા શહેરોમાં ચાલ્યા ગયા છે અને ગામને ટકાવી રાખવાની જવાબદારી મહિલાઓ પર જ છે.

કોરએડરોમાં રહેતી છોકરીઓ પ્રેમ અને લગ્નના સપના જુવે છે પણ તેઓ લગ્ન માટે ગામ છોડવા તૈયાર નથી. આથી આ ગામની મોટી સમસ્યા થઇ ગઈ છે કે અહી છોકરીઓના પ્રમાણમાં છોકરાની સંખ્યા બહુ જ ઓછી છે. અહીં રહેતી છોકરીઓ ઇચ્છે છે કે બીજા ગામોના છોકરા તેમની સાથે લગ્ન કરે અને અહીં રહે. પણ આથી જ છોકરીઓને લગ્ન માટે છોકરા મળતા નથી.

છોકરાની ઓછી વસ્તીને લીધે આ ગામમાં મહિલાઓનું વર્ચસ્વ વધારે છે અને એટલે સુધી કે પુરૂષોએ પણ આ ગામમાં મહિલાઓએ બનાવેલા નિયમો મુજબ જ રહેવું પડે છે. અહી ખેતી સહિતના વ્યવસાયો,અ મહિલાઓનું જ વધારે વર્ચસ્વ છે. આગામી સમયમાં છોકરીઓ બીજા ગામ, કસ્બા તરફ નહી જાય તો લગ્ન કરવા છોકરાઓની રાહ જોવામાં જ તેમની યુવાની પણ વીતી જશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *