બિઝનેસનું ઝનુન હતું સવાર એટલે વચ્ચેથી જ છોડી દીધી કોલેજ, આજે છે ૭૦૫૦ કરોડ ડોલરના માલિક

ગૌતમ શાંતિલાલ અદાણી, ભારતના એક મોટા ઉદ્યોગપતિ છે. તેઓ ભારતના બીજા અને એશિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ ઉપરાંત તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 22 મા ક્રમે છે. ફોર્બ્સ મેગેઝિનના લેટેસ્ટ રેન્ક મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ $ 7,050 મિલિયન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગૌતમ અદાણીએ આટલે સુધી પહોંચવા માટે અધવચ્ચે જ કોલેજ છોડી દીધી હતી.

પત્રકાર કમલેન્દ્ર કંવરના પુસ્તક ‘ધ રાઇઝ ઓફ ગૌતમ અદાણી’માં આનો ઉલ્લેખ છે. ગૌતમ અદાણી ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમનો અભ્યાસ કરતા હતા. તેમને ભણવામાં મજા નહોતી આવતી. તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. આથી એ સમયે તેમણે કોલેજના બીજા વર્ષમાં જ અભ્યાસ છોડી દીધો હતો.

ભણતર છોડ્યા પછી, તેમણે તેમના પિતા શાંતિલાલ અદાણીના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેમના પિતા પાસે કપડા લપેટવાવાળું પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરી હતી. આ વાત 1980 ના દાયકાની છે. ત્યારે ધીરુભાઈ અંબાણીનું બિઝનેસ જગતમાં મોટું નામ બનવા લાગ્યું હતું. સંજોગોવશાત્ ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ કંપની અદાણીના પિતાની ફેક્ટરીના ગ્રાહકો તરીકે જોડાઈ હતી.

ફોર્ચ્યુન મેગેઝિનની આવૃત્તિ (જુલાઈ 2011) માં કવર સ્ટોરી મુજબ, ગૌતમ અદાણીએ જ તેમના પિતાના કારખાનાને રિલાયન્સનો ઓર્ડર અપાવ્યો હતો. ગૌતમ અદાની આખો દિવસ ધીરુભાઈ અંબાણીના ઘરની બહાર ઉભા રહેતા હતા. તેઓ એ જાણવાનો પ્રયાસ કરતા હતા કે અન્ય પ્રતિસ્પર્ધીઓ બજારમાં શું ભાવ ચલાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અદાણીએ પછા ભાવો આપ્યા અને રિલાયન્સને તેમના ગ્રાહક બનાવ્યા.

યુવાન ગૌતમ અદાણી થોડા સમય માટે તેના પિતાના વ્યવસાયમાં જોડાયા, પણ પછી તેઓ કંટાળી ગયાઅને મુંબઈ આવી ગયા. જ્યાં તેમણે હીરાના વેપારી મહિન્દ્રા બ્રધર્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમને આ કામગમવા લાગ્યું હતું. માત્ર બે વર્ષમાં જ તેમણે ઝવેરી બજારમાં પોતાનો હીરાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો.

હીરાના વ્યવસાયમાં પોતાની પકડ મજબૂત કર્યા પછી, તેમણે પીવીસીની આયાત કરીને વૈશ્વિક કારોબારમાં હાથ અજમાવ્યો. આ રીતે ધીરે ધીરે પોતાની મહેનત, સમજણ અને હિંમતના બળ પર તેમણે 100 થી વધુ દેશોમાં પોતાની કંપનીઓ સ્થાપી. આજે આ બધી કંપનીઓ અબજો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે.

અદાણી વિશે એક રસપ્રદ કિસ્સો પ્રખ્યાત છે. જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેઓ કંડલા પોર્ટ પર ફરવા ગયા હતા. આટલું મોટું બંદર જોઈને તેઓ સ્તબ્ધ થઈ જતા હતા. પછી કોને ખબર હતી કે અહીં આવનાર આ બાળક એક દિવસ આવ જ વિશાળ મુન્દ્રા બંદરનો માલિક બનશે.

હાલમાં અદાણી જૂથ બંદરોથી સૌર ઉર્જા સુધીના ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. ગૌતમ અદાણીની આ યાત્રા આપણા બધાને પ્રેરણા આપે છે. તે આપણને શીખવે છે કે જો કોઈ વ્યક્તિ એકવાર કંઈક કરવા માટે નિશ્ચિત હોય, તો કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *