શ્રી રામચરિતમાનસમાં વર્ણન આવે છે કે ભગવાન શ્રી રામે ત્રિલોક વિજેતા રાવણ જોડે યુદ્ધ કરતા પહેલા રામેશ્વરમમાં રુદ્રાષ્ટકં  ગાઈને ભગવાન શંકરની સ્તુતિ કરી હતી. ભગવાન શિવના વરદાનથી રામજીને લંકાપતિ રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો.રુદ્રાષ્ટકં ભગવાન શિવની સ્તુતિનો સર્વોત્તમ ઉપાય માનવામાં આવે છે. તેના પાઠથી શંકર ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે. તેમજ ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.

શાસ્ત્રો અનુસાર દર સોમવારે રુદ્રાષ્ટકમનો પાઠ કરવાથી તમારા બધા જ રોગ-દોષ, સંકટ અને મુશ્કેલીઓ સમાપ્ત થઇ જાય છે. જો તમારે શત્રુ પર વિજય મેળવવો હોય તો સળંગ સાત દિવસ મહાદેવના મંદિરે આસન પર બેસીને રુદ્રાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. રુદ્રાષ્ટકંનો પાઠ ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે. તથા મનને એકાગ્ર કરે છે. જેનાથી દરેક મુશ્કેલીઓનો સામનો કરવો સરળ બની જાય છે રુદ્રાષ્ટકં નો પાઠ આ મુજબ છે.

નમામીશ મીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ | નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચદાકાશ માકાશવાસં ભજેહમ ||
નિરાકાર મોંકાર મૂલં તુરીયં ગિરિજ્ઞાન ગોતીત મીશં ગિરીશમ | કરાળં મહાકાલકાલં કૃપાલં ગુણાગાર સંસારસારં નતો હમ ||

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગંભીરં મનોભૂતકોટિ પ્રભા શ્રીશરીરમ | સ્ફુરન્મૌળિકલ્લોલિની ચારુગાંગં લસ્ત્ફાલબાલેંદુ ભૂષં મહેશમ ||
ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકંઠં દયાળુમ | મૃગાધીશ ચર્માંબરં મુંડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ||

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશમ અખંડમ અજં ભાનુકોટિ પ્રકાશમ | ત્રયી શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેહં ભવાનીપતિં ભાવગમ્યમ ||
કળાતીત કળ્યાણ કલ્પાંતરી સદા સજ્જનાનંદદાતા પુરારી | ચિદાનંદ સંદોહ મોહાપકારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મધારી ||

ન યાવદ ઉમાનાથ પાદારવિંદં ભજંતીહ લોકે પરે વા નારાણામ | ન તાવત્સુખં શાંતિ સંતાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસ ||
નજાનામિ યોગં જપં નૈવ પૂજાં નતો હં સદા સર્વદા દેવ તુભ્યમ | જરાજન્મ દુઃખૌઘતાતપ્યમાનં પ્રભોપાહિ અપન્નમીશ પ્રસીદ! ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *