ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે તો દુનિયાના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ. તેમની પાસે અખૂટ સંપત્તિ છે અને તેમની લકઝરીયસ લાઈફ અંગે સૌ કોઈ જાણવા માંગે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, દીકરી ઇશા અંબાણી, બન્ને પુત્ર આકાશ અને અનંત એકદમ રોયલ લાઈફ જીવે છે.

જો કે પોતાની પાસે આટલી સંપત્તિ હોવા છતાં મુકેશ અંબાણી એકદમ સાધારણ જિંદગી જીવવાનું પસંદ કરે છે. આજે તમને જણાવીએ છીએ કે અંગત જિંદગીમાં કેવા છે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી.

બિલકુલ સાદું જીવન જીવે છે મુકેશ અંબાણી: એશિયાના સૌથી અમીર વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણી એકદમ સાદા કપડા પહેરે છે. તેમને મોટાભાગે સફેદ શરત અને બ્લેક પેન્ટ કે શૂટ પહેરેલા જ જોવામાં આવે છે. ખાવા પીવાની વાત કરીએ તો મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે.

મીડિયા રીપોર્ટસનું માનીએ તો તેઓ દારૂને તો હાથ પણ નથી અડાડતા. મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે જ પૈસા ખર્ચે. પોતાના પરિવારના સદસ્યો માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે પણ પોતે એકદમ સાધારણ જિંદગી જીવે છે.

પોતાનો જન્મદિવસ પણ ના ઉજવનારા મુકેશ અંબાણી બીજાના જન્મદિવસ પર ઘણી મોંઘી ગીફ્ટ આપે છે. તેમણે તેમની પત્ની નીતા અંબાણીને તેમના એક બર્થડે પર પ્રાઈવેટ જેટ ગીફ્ટ આપ્યું હતું.

મુકેશ અંબાણી વિશે કહેવાય છે કે તેઓ ભલે કેટલાય પણ વ્યસ્ત રહે પણ રવિવારના દિવસે તો તેઓ પરિવાર સાથે જ સમય વિતાવવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી બિલકુલ ધાર્મિક છે અને દરેક તહેવારને તેઓ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. તેમને ભગવાનમાં અતુટ શ્રદ્ધા છે.

પોતે જ કરે છે મહેમાનોનું સ્વાગત: મુકેશ અંબાણી એટલે અમીર છે પરંતુ તેઓ ઘણા ડાઉન ટુ અર્થ પણ છે. એટલું જ નહીં તેઓ તેમના બાળકોને પણ જમીનથી જોડાયેલા રાખે છે. એકવાર તેમના મોટા પુત્ર આકાશ અંબાણી તેમના ઘરના સિક્યોરીટી ગાર્ડને ઠપકો આપી રહ્યા હતા.

તેના પર જયારે મુકેશ અંબાણીએ જોયું તો આકાશને તરત જ ઠપકો આપ્યો અને કહ્યું કે તે સિક્યોરીટી ગાર્ડની માફી માંગે. ત્યારબાદ આકાશે તે સિક્યોરીટી ગાર્ડની માફી માંગી.

મુકેશ અંબાણીનું કહેવું છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકોને પૈસાનું ઘમંડ આવે અને એટલે જ તેઓ હમેશા પૈસાની કદર કરવાનું શીખવાડે છે. મુકેશ અંબાણીનું કહેવું છે કે તેમના પિતાએ તેમને એવા જ સંસ્કાર આપ્યા છે અને તે સંસ્કાર તેઓ પોતાના બાળકોને આપે છે.

મુકેશ અંબાણી પોતે જમીનથી એટલા જોડાયેલા છે કે જયારે તેમના ઘર એન્ટીલીયામાં કોઈ મહેમાન આવે છે તો તેઓ પોતે જ તેમનું સ્વાગત કરે છે. કહેવામાં આવે છે કે તેઓ પોતાની દેખરેખ હેઠળ જ મહેમાનોની પસંદગીનું ખાવાનું બનાવડાવે છે અને તેઓ પોતે જ સર્વ પણ કરે છે.

એટલું જ નહીં તેમની પુત્રીના લગ્નમાં તેમણે સમગ્ર પરિવારના મહેમાનોને ખાવાનું ખવડાવ્યું હતું. ત્યાં સુધી કે મોટા મોટા સેલેબ્સ પણ મુકેશ અંબાણીના ઘરે મહેમાનોને ખાવાનું પીરસતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *