‘તારક મહેતા’માં થઇ ગઇ ‘દયા બેન’ની એન્ટ્રી? બાઘા સાથે દિશા વાકાણીની વાયરલ તસવીર જોઇને ફેન્સ હરખાયા
ટચૂકડા પડદાના સૌથી ફેમસ કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આશરે ૧૫ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે પાછલા કેટલાંક સમયમાં શૉમાં થયેલા કેટલાંક બદલાવોના કારણે તેની ચમક પણ ફીકી પડતી જોવા મળી રહી છે.
પાછલા કેટલાંક વર્ષોમાં શૉના ઘણા પાત્રોએ તેને અલવિદા કહી દીધું છે. આ લિસ્ટમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી, ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી અને રાજ અનાદકટ, તારક મહેતાનો રોલ કરનાર શૈલેષ લોઢા જેના અનેક દિગ્ગજ એક્ટર્સનું નામ સામેલ છે.
આ ઉપરાંત કેટલાંક દિવસો પહેલા જ શૉના ડાયરેક્ટર માલવ રાજદા એ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતુ. આ જ કડીમાં હવે જાણવા મળી રહ્યું છે કે શૉને પહેલા જેવો જ દમદાર બનાવવા માટે મેકર્સ આ કેરેક્ટર્સને પરત લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેવામાં હવે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને જોયા બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે.
શું છે સમગ્ર મામલો: હકીકતમાં, આ સમયે વાયરલ થઈ રહેલા આ ફોટોમાં દિશા વાકાણી ‘બાઘા’ એટલે કે તન્મય વેકરિયા સાથે જોવા મળી રહી છે. તેમજ આ ફોટો જોયા પછી, હવે ફેન્સના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ફોટો જોયા બાદ જ્યારે કેટલાક લોકો દયાબેનના શોમાં પાછા ફરવાની અટકળો લગાવી રહ્યા છે તો કેટલાક મૂંઝવણમાં છે કે શું આ ફોટો ખરેખર શોનો જ છે? તસવીરમાં દિશાએ વાકાની સૂટ પહેરેલી જોવા મળે છે જ્યારે તન્મય કુર્તા પહેરેલો જોવા મળે છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે બધાના ફેવરિટ દયાબેનની એન્ટ્રી તારક મહેતામાં થઈ ગઇ છે.
આ ફોટો જોયા પછી જો તમારા મનમાં પણ આવા જ વિચારો આવી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. હકીકતમાં, દિશા વાકાણી અને બાઘાનો આ ફોટો તારક મહેતા શોનો નથી, પરંતુ થિયેટરના સમયનો છે. જી હા, તારક મહેતા સાથે જોડાતા પહેલા બંને કલાકારો થિયેટર આર્ટિસ્ટ હતા. તેમજ ઘણા વર્ષો પછી તેની આ તસવીર ઇન્ટરનેટ પર આવી છે.
જણાવી દઇએ કે, દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૭માં પોતાની પર્સનલ લાઇફના કારણે શોને અલવિદા કહી દીધું હતું. ત્યારથી, દર્શકો દિશા વાકાણીને પરત લાવવા માટે સોશિયલ મીડિયા પર કેમેપેઇન ચલાવતા જોવા મળે છે. ગયા વર્ષે અસિત મોદીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દિશાને દયાબેનના રોલમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેન્સને હજુ પણ આશા છે કે ટૂંક સમયમાં જ એક્ટ્રેસ ફરી એકવાર લોકોને હસાવતી જોવા મળશે.