આજકાલ મોટાભાગના વ્યક્તિઓ મેદસ્વીપણાથી પરેશાન છે. આવી સ્થિતિમાં વજન ઓછું કરવા માટે તમે જાપાની વોટર થેરપીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપચાર તમારા ચયાપચયને માત્ર મજબૂત જ બનાવતો નથી પરંતુ વજન પણ ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપચારનો ઉપયોગ કરીને પેટ સાથે સંકળાયેલી અન્ય ઘણી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. તે આપણા આંતરડાને સાફ કરે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. જાપાની લોકો આ ઉપચારને ખૂબ જ ગંભીરતાથી લે છે.

જાપાની વોટર થેરપી શું છે? આ વોટર થેરપી હેઠળ તમારે દરરોજ સવારે ઉઠવું પડશે અને ખાલી પેટ પર ચારથી છ ગ્લાસ પાણી (160-200 મિલી પાણી) પીવું પડશે. આ પાણી હળવું અથવા સામાન્ય હોઈ શકે છે. આ પાણીમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ પાણી પીધા પછી તમારે બ્રશથી દાંત સાફ કરવા પડશે. ત્યારબાદ 45 મિનિટ સુધી કંઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં. આ બધું કર્યા પછી તમે તમારી નિયમિત રૂટિન સાથે દિવસની શરૂઆત કરી શકો છો.

જો કોઈ વ્યક્તિ બીમાર અથવા વૃદ્ધ હોય તો તેણે શરૂઆતમાં માત્ર એક ગ્લાસ પાણી પીવું જોઈએ. બાદમાં પાણીની માત્રામાં વધારો કરી શકાય છે. જો તમે એકવાર ચાર ગ્લાસ પાણી પીવા માટે સમર્થ ના હોય તો પછી દરેક ગ્લાસ પાણી પછી થોડોક વિરામ લઈ શકો છો. તેનાથી તમારા પેટને થોડો આરામ પણ મળશે.

જાપાની વોટર થેરપીના ફાયદા: આ વોટર થેરપી નો ઉપયોગ વજન ઓછું કરવા, આંતરડા સાફ કરવા, પાચક શક્તિને મજબૂત કરવા, પેટને લગતા રોગો રાખવા, આખો દિવસ ઉર્જાસભર રીતે પસાર કરવા, ચયાપચયમાં સુધારો વગેરે કરવા માટે થઇ શકે છે. આ ઉપચાર દરરોજ કરવાથી તમને ક્યારેય આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.

શું જાપાની વોટર થેરેપી ખરેખર કામ કરે છે? જો કે જાપાની વોટર થેરપી કબજિયાતથી લઈને કેન્સર સુધીની બીમારીઓમાં ફાયદા હોવાનો દાવો કરે છે, તેમ છતાં હજી સુધી કોઈ પુરાવા નથી. જો કે ઘણા લોકો તેનો પ્રયાસ કરે છે અને આ ઉપચારની પ્રશંસા પણ કરે છે. જો જોવામાં આવે તો, આ ઉપચારમાં તમારે ફક્ત દરરોજ સવારે પાણી પીવું પડે છે.

આપણે ભારતીયો વર્ષોથી આવું કરીએ છીએ, ફક્ત આ પાણી પીવા વિશે કેટલાક વધુ કડક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે તો તે જાપાની વોટર થેરપી બને છે. તમને જણાવી દઈએ કે આ ઉપચાર શરૂ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. આ સિવાય ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ઉપચારમાં ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે ઠંડું પાણી તમારા જઠરાંત્રિય તાપમાનને ઘટાડીને તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *