તુલસીના પાનથી કરી લો આ ખાસ ઉપાય, રાતોરાત બની જશો લખપતિ- કરોડપતિ
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવમાં આવે છે. તુલસીનો છોડ દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલું જ નહી ભગવાન વિષ્ણુજીને પણ તુલસી ખુબ જ પ્રિય છે. તુલસીના છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી બંનેના આશીર્વાદ મળે છે. જો તમે જલ્દી સમૃદ્ધ બનવા ઈચ્છો છો તો તેના માટે તુલસીનો છોડ ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
આજે અમે તુલસીના પાંદડાથી જોડાયેલ એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી દેવી લક્ષ્મીજી અને ધન કુબેરજીના વિશેષ આશીર્વાદ મળે છે. એટલું જ નહી નોકરી અથવા વ્યાપારમાં આવતી અડચણો પણ દૂર થાય છે અને પ્રગતિના માર્ગ ખુલે છે.
સમૃદ્ધ બનવા માટે કરો તુલસીના પાંદડાના આ ઉપાય: ઝડપી સમૃદ્ધ બનવા માટે તુસીના પાંદડાનો આ ઉપાય તમારા માટે ખુબ જ મદદગાર સાબિત થઇ શકે છે. તેના માટે કોઈ પણ દિવસે સવારે બ્રહ્મ મૂહર્તમાં જાગો અને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર પછી દેવી તુલસીજીને પ્રાર્થના કરો અને અગિયાર પાંદડા તોડી લો. પાંદડા લીધા પછી તુલસીજીને હાથ જોડીને માફી જરૂર માંગો.
ધ્યાન રાખવું કે પાંદડા તૂટી ના જાય. ત્યાર પછી તુલસીના અગિયાર પાંદડાને સાફ પાણીથી ધોઈ લો અને તેના ખુબ જ નાના- નાના ટુકડા કરી દો. તે ટુકડાઓને લોટના એ વાસણમાં રાખો જેમાં લોટ રાખવામાં આવતો હોય. તેના પછી તે લોટનો ઉપયોગ કરીને રોટલી, રોટલા વગેરે બનાવો પરંતુ ધ્યાન રાખો કે લોટથી રોટલી બનાવતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખવું. એટલે કે સ્નાન કર્યા પછી જ તે લોટને અડવું અથવા રોટલી બનાવવી. આમ કરવાથી જલ્દી જ તમારી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે અને ઘરમાં ધનની આવક ઝડપથી વધશે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો: તુલસીના પાંદડાનો આ ઉપાય તમને ખુબ જ ધન- સંપત્તિ અપાવી શકે છે પરંતુ તે દરમિયાન કરેલ એક પણ ભૂલ તમને નુકસાન કરાવી શકે છે. તેથી ધ્યાન રાખવું કે આ ઉપાય રવિવાર, બુધવાર અને અગિયારસના દિવસે ના કરવો કારણ કે તે દિવસોમાં તુલસીના પાંદડા તોડવા કે અડવું અર્જિત છે.
આ ઉપાય કરવા માટે સારો દિવસ ગુરુવાર અથવા શુક્રવાર છે પરંતુ ધ્યાન રાખવું કે તે દિવસોમાં અગિયાર ના હોય. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પૃષ્ટિ નથી કરતું.)