રાતે સુતા પહેલા જો પગના તળિયે માલીશ કરવામાં આવે તો તેનાથી માત્ર સરસ ઊંઘ નથી આવતી પરંતુ અનેક સમસ્યાઓનો ઉપચાર થાય છે. મસાજ કરવાથી શરીરના અનેક દુખાવા દુર થાય છે. તેમજ થાક પણ ગાયબ થઇ જાય છે. પગે મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ તેજ થાય છે. જેનાથી આખા શરીરમાં લોહીનું વ્યવસ્થિત પરિભ્રમણ થાય છે.

તો આજે જાણીએ પગની માલિશથી કયા-કયા ફાયદા થાય છે. શરીરની બધી રગો એકબીજીથી જોડાયેલી છે જેના લીધે પગની રગને મસાજ કરવાથી તેની અસર માથા સુધી થાય છે અને તે રાગ થી જોડાયેલા બધા અંગોને રાહત મળે છે.

સરસ ઊંઘ જોઈતી હોય તો પગની માલીશ કરવી જોઈએ: આજકાલ નાના બાળકોથી લઈને યુવાનોને મોડે સુધી જાગવાની ટેવ હોય છે જેથી કોઈને સરખી ઊંઘ થતી નથી અને ઊંઘની સમસ્યાઓ ઉપજે છે. તેથી રોજ રાતે તેલથી પગની માલીશ કરવી જોઈએ જેનાથી ઊંઘ પણ સરસ આવે છે અને તણાવ પણ દુર થાય છે.

કોઈ કોઈને યુરિક એસીડની સમસ્યા હોય છે જેનાથી શરીરમાં ગાંઠ પડે છે.તે લોકોએ રાતે સુતા પહેલા પગની માલીશ કરવી જોઈએ. તેવું કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ વધે છે અને શરીરમાં બનવાવાળી ગાંઠો અને યુરિક એસીડની સમસ્યામાં રાહત મળે છે. જો વાળ ખુબ ઉતરતા હોય તો પગના તળિયાની માલીશ કરવી જોઈએ જેનાથી વાળ ખરવાનું બંધ થાય છે અને વાળની રુક્ષતા પણ દુર થાય છે, વાળની ચમક વધે છે.

પગના પાછળના ભાગે જ્યાં અંગુઠો અને પગ એકબીજાથી જોડાયેલા છે ત્યાં એક પ્રેશર પોઈન્ટ છે તે ભાગમાં જો ગરમ તેલથી માલીશ કરવું જોઈએ અને પાંચ મિનીટ સુધી તે પોઈન્ટ પર પ્રેશર નાખવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને અનીંદ્રાની સમસ્યા પણ દુર થાય છે.

પગને ધોઈને એકદમ સાફ કરીને તેલથી મસાજ કરવું જોઈએ. અને જો તમારી પાસે સમય હોય તો ગરમ પાણીમાં પગ પલાળ્યા બાદ લુછીને પગના તળિયે માલીશ કરવી જોઈએ જેનાથી શરીર એકદમ હળવું બને છે અને પગ પણ સુંદર અને સુઘડ બને છે.રોજ પગને મસાજ આપવાથી પગનો શેપ પણ સુંદર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *