આ છ વસ્તુ સાથે ક્યારેય પણ ના ખાવું જોઈએ દહીં, શરીરને થઇ શકે છે અતિશય નુકસાન
દહીં એ શરીર માટે ખુબ સારું છે અને દહીં ખાવું એ ખુબ પૌષ્ટિક ગણાય છે. બાળકો થી લઈને ઘરડા લોકો દહીં ખાઈ શકે છે. દહીં ખાવાથી હાડકા મજબુત થાય છે. પાચનતંત્ર સારું રહે છે. સ્કીન અને વાળ માટે પણ દહીં ખુબ જ સારું ગણવામાં આવે છે. પરંતુ દહીં ખાવાના પણ અમુક નિયમો છે.
ખોટા સમયે અને અમુક બીજા ખોરાક સાથે જો દહીં લેવામાં આવે તો તે ફાયદાને બદલે શરીરને નુકસાન કરે છે. ચાલો તો જાણીએ દહીં બીજા કયા ખોરાક સાથે ના આરોગવું જોઈએ.
દૂધ: દૂધ અને દહીં બાને શરીરને મજ્બુત બનાવે છે પરંતુ બંને વિરોધ આહાર ગણાય છે. એક સાથે જો બેવ લેવામાં આવે તો ગેસ,એસીડીટી અને ઉલટી તેમજ ચર્મરોગ પણ થઇ શકે છે.કાંદા: દહીં અને કાંડા પણ ક્યારેય સાથે ના ખાવા જોઈએ.તેનાથી પણ ચર્મરોગ, ખરાબ ઓડકાર, દાદર તેમજ પેટ ણે લગતી બીમારીઓ થઇ શકે છે.દહીંની તાસીર ઠંડી હોય છે અને ડુંગળીની તાસીર ગરમ હોય છે.
કેરી: કેરી એ ફળોનો રાજા ગણાય છે. કેરી અને દહીંની તાસીર અલગ અલગ હોય છે. સંશોધન અનુસાર આ બેવને એક સાથે લેવાથી શરીરમાં ટોક્સીન થવાની સંભાવના રહે છે.માછલી: દહીં અને માછલી એકસાથે ખાવું સૌથી ખતરનાક ગણાય છે. તેનાથી ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહે છે.
અડદની દાળ: દહીંની સાથે અડદની દાળ ક્યારેય ખાવી જોઈએ નહિ. બીજી બધી દાળ દહીં સાથે ખાઈ શકાય છે. પરંતુ અડદની દાળ અને દહીં સાથે લેવાથી પાચનતંત્ર બગડે છે.પરોઠા : સામાન્ય રીતે દરેક લોકો ખોરાકમાં દહીં અને પરોઠા ખાતા હોય છે. પરંતુ પરોઠામાં પુષ્કળ માત્રામાં તેલ અથવા ઘી રહેલું હોય છે.
જે પચવામાં ભારે હોય છે. માટે તેની સાથે દહીં ખાવાથી થાકનો અનુભવ થાય છે તેમજ પેટ એકદમ ભારે થઇ જાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. એટલે ક્યારેય પણ દહીં અને પરોઠા જોડે ના ખાવા જોઈએ.