સવારના પહોરમાં ભૂલથી પણ ના કરવા આ કામ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર મળે છે અશુભ પરિણામ.. જાણો

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુમાં એક ઊર્જા હોય છે, જે વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક બંને અસર કરે છે. આવામાં જો તમે આ વસ્તુ સાથે સબંધિત કોઈ ભૂલ કરો છો તો તેની સીધી અસર તમારા જીવન પર પડે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સવારે આપણે આવી જ કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જે આપણા શુભ કાર્યને અસર કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવા કાર્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સવારે સવારે ભૂલથી પણ ન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી તમને અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે.

સવારે તમારો પડછાયો જોવાનું ટાળો: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સવારે ઉઠતાંની સાથે જ તમે જે વસ્તુ જુવો છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે. જો તમે સવારે ઊઠીને કોઈનો પડછાયો જુવો છો તો સમજી લો કે તમારું કામ બગડવાનું છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને આખો દિવસ હતાશા અને નિરાશાનો સામનો કરવો પડે છે. આ સાથે માનસિક તાણ પણ વધે છે.

એંઠા વાસણો: વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ સવારે એંઠા વાસણો ન જોવા જોઈએ, નહીં તો દિવસભર અશુભ પરિણામ મળે છે. જો તમારું કોઈપણ કામ પૂર્ણ થવાને આરે છે, તો તે પણ અધૂરું રહે છે. આવી સ્થિતિમાં રાતે સૂતા પહેલા કોઈએ એંઠા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ અને રાત્રે બધા વાસણો ધોઈને તેને સૂકવી દેવા જોઈએ.

અરીસો: વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠતાંની સાથે જ અરીસો જોવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક તાણ થઈ શકે છે. તે જ સમયે, તમામ કાર્યો પણ બગડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ક્યારેય સવારે ઉઠીને અરીસો જોવો જોઈએ નહીં.

વન્યજીવ: સવારે ઉઠતાની સાથે તમારે ક્યારેય વન્યજી અથવા તેની તસવીર જોવી જોઈએ નહીં. જો તમે આવી કોઈ તસવીર તમારા ઘરમાં રાખી છે તો પછી તેને જોવાનું ટાળો. કારણ કે વન્યપ્રાણીને જોવાથી તમારો આખો દિવસ બગડે છે. આ સાથે કૌટુંબિક વેદનામાં પણ વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *