આપણા ઘરના રસોડામાં રહેલા વાસ્તુનો આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પડે છે, જો તમે રસોડામાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો છો તો મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશાં તમારા ઘરે રહે છે. હા, એવી ઘણી નાની નાની બાબતો છે જેની આપણે સામાન્ય રીતે કાળજી લેતા નથી, જેના કારણે પરિવારના સભ્યોની તબિયત યોગ્ય રહેતી નથી અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એવું કહેવામાં આવે છે કે જો રસોડામાં સ્વચ્છતા હોય તો ત્યાં સ્વયં ભગવાનનો વાસ હોય છે. જોકે સ્વચ્છતાની સાથે આપણે રસોડાના વાસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘરના રસોડાનું વાસ્તુ યોગ્ય હોય તો કોઈ ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે પરંતુ જો રસોડાનું વાસ્તુ યોગ્ય ન હોય તો ધનિક વ્યક્તિએ પણ આર્થિક રીતે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ચાલો આપણે રસોડાના વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો વિશે વિગતવાર જાણીએ.

1. રસોડામાં ગેસ સ્ટોવને એવી રીતે રાખવો જોઈએ કે જ્યારે તમે રસોઇ કરો ત્યારે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને ગેસ સ્ટોવ દક્ષિણ તરફ હોવો જોઈએ. જો તમે પૂર્વ તરફના બેસીને ખોરાકને રાંધશો તો તમારું શરીર શુદ્ધ અને પૌષ્ટક રહેશે.

2. ખોરાક બનાવતી વખતે, સૌ પ્રથમ ગાય, પક્ષીઓ અથવા કૂતરા માટે રોટલી અલગ કાઢો. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં જમ્યા પછી જ ભોજન પીરસવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય પૈસાની તંગી હોતી નથી અને પરિવારના દરેક સભ્યની તબિયત સારી રહે છે.

3. ક્યારેય રસોડામાં કે કિચનમાં જૂતા ન પહેરવા જોઈએ. જે ઘરમાં રસોડામાં ચંપલ પહેરીને પ્રવેશ કરવામાં આવે છે, તે ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. 4. કોઈ છરી, કાતર જેવી તીક્ષ્ણ ચીજોને રસોડામાં દિવાલ પર લટકાવી ન જોઈએ, આમ કરવાથી ઘરમાં તકરાર જેવી સમસ્યાઓ પણ વધી જાય છે.

5. દૂધને ક્યારેય રસોડામાં ખુલ્લું ન રાખવું જોઈએ. કારણ કે વાસ્તુના જણાવ્યા મુજબ, ઢાંકણ વગરનું દૂધ અનેક પ્રકારની મુશ્કેલીઓ લાવી શકે છે. 6. આ સિવાય શક્ય હોય તો ઘરના સભ્યોએ રસોડામાં બેસીને જમવું ન જોઈએ. આ સાથે જમતી વખતે મોં પશ્ચિમ-દક્ષિણ દિશામાં ન રાખો, કારણ કે આ દિશા શુભ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *