અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. તે ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ ફેમથી ઓળખાય છે. દિવ્યાંકા ત્રિપાઠીની લોકપ્રિયતાને કારણે આ શોની ટીઆરપી આસમાને પહોંચી ગઈ હતી. જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, દિવ્યાંકા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન એટલે કે દિશા વાકાણીનું પાત્ર ભજવવા જઈ રહી છે.

તેમ છતાં દિવ્યાંકા ત્રિપાઠીએ આ રોલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ બાબતમાં દિવ્યાંકા ત્રિપાઠી તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, ન તો શોના નિર્માતાઓએ આ વિશે માહિતી આપી છે. દિવ્યાંકાએ આ પાત્ર માટે કેમ ના પાડી અને તેને શું ઓફર આપવામાં આવી હતી. આ વિશેમાં દિવ્યાંકાનું  નિવેદન આવે તો જ આ વાતનો ખુલાસો થશે.

જ્યારે કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરવામાં આવે તો આ શો ઘણા સમયથી લોકોનું મનોરંજન પૂરુ પાડી રહ્યો છે. જેના કારણે આ શોની લોકપ્રિયતા ખૂબ વધુ છે. ચાહકો દ્વારા જેઠાલાલથી લઈને બબીતા​​જી સુધીના પાત્રને તેમના વાસ્તવિક નામ કરતા આ નામથી જ જાણે છે. આ સિવાય દયાબેનનું પાત્ર પણ આ શોનું ખૂબ  જ મહત્વનું પાત્ર રહ્યું છે અને દિશા વાકાણીએ તેમના અભિનયથી આ પાત્રને એક અલગ જ ઓળખાણ અપાવી છે.

જેના કારણે ચાહકો દ્વારા લાંબા સમયથી શોમાં દયાબેનની રાહ જોવામાં આવી રહી છે. તેમ છતાં દિશા વાકાણીની જેમ સતત વાત કરવાનો અંદાજ અને તેમના જેવી એક્ટિંગ કરવી કોઈ અન્ય અભિનેત્રી માટે સરળ રહેશે નહીં. જેના કારણે શોના નિર્માતાઓને દયાબેનની ભૂમિકા માટે હજી સુધી યોગ્ય અભિનેત્રી મળી નથી.

જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીના વિશે વાત કરવામાં આવે તો તે આ દિવસોમાં તે રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી સીઝન 11 ના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે. શોમાં દિવ્યાંકા ત્રિપાઠી કેવુ પરફોર્મ રહેશે તે સમયની સાથે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તેઓ શોમાં આવવાની સાથે જ આ શોની ડિમાન્ડ અને લોકપ્રિયતા બંનેમાં વધારો થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *