જાણો પંચામૃત અને ચરણામૃતમાં શું હોય છે અંતર, બન્નેને લેતી વખતે રાખો આ જરૂરી સાવધાની

હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા દરમિયાન પંચામૃત અને ચારણામૃતનું વિશેષ મહત્વ હોય છે. કોઈપણ દેવી- દેવતાની કથા કે પૂજા પછી ભક્તોને પંચામૃત અને ચરણામૃત અવશ્ય પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

લોકો ઘણીવાર પંચામૃત અને ચરણામૃતને એક માને છે. પરંતુ એવું નથી. આ બંને વચ્ચે ઘણો તફાવત હોય છે. આ બંને બનાવવાની પદ્ધતિમાં પણ મોટો તફાવત છે. ચાલો જાણીએ પંચામૃત અને ચરણામૃત વિશે જરૂરી બાબતો.

જાણો શું છે પંચામૃત અને ચરણામૃત: તમને જણાવી દઈએ કે પંચામૃત પાંચ પ્રકારના શુદ્ધ પદાર્થોમાંથી બને છે. પંચામૃત લોકોને પીવા યોગ્ય બનાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કથાના પાઠ કર્યા પછી તેમને પંચામૃત અર્પણ કરવામાં આવે છે. જ્યારે ચરણામૃત ભગવાન વિષ્ણુના ચરણોનું જળ કહેવાય છે. જે તેના નામ પરથી જ ખબર પડી જાય છે. ચરણામૃત- ચરણ અમૃત. ચરણામૃતને તાંબાના વાસણમાં તુલસી અને તલની સાથે રાખવામાં આવે છે, જેના કારણે તેમાં તાંબાના ઔષધીય ગુણો પણ સમાઈ જાય છે.

આ રીતે બનાવાય છે પંચામૃત: પંચામૃત બનાવતી વખતે ગાયનું દૂધ, ગાયનું ઘી, દહીં, મધ અને સાકર લેવામાં આવે છે. આ બધાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. એક ધાર્મિક મહત્વ છે કે પંચામૃતમાં વપરાતી દરેક વસ્તુનું અલગ મહત્વ હોય છે.

પંચામૃત કેવી રીતે બનાવવું: એક ચમચી મધ, એક ચમચી સાકર, એક ચમચી ગાયનું ઘરે બનાવેલું દહીં અને તેને એકબીજા સાથે મીલાવાય છે. ત્યાર બાદ ગાયનું ઘી અને ચાર ચમચી ગાયનું કાચું દૂધ મિક્સ કરો. આ રીતે તમારું પંચામૃત ઉપયોગ માટે તૈયાર છે. પંચામૃતથી ભગવાનને સ્નાનનો મંત્ર: पयोदधिघृतं चैव मधु च शर्करायुतं। पंचामृतं मयानीतं स्नानार्थं प्रतिगृह्यताम ॥

અહીં જાણો પંચામૃતના અનેક ફાયદા: હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પંચામૃતથી શરીર રોગોથી મુક્ત બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ પણ તેનાથી સ્નાન કરે તો તેનું શરીર ક્યારેય બીમાર પડતું નથી. એવું કહેવાય છે કે પંચામૃતનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ.

ચરણામૃત લેવાના સાચા નિયમો જાણો: યાદ રાખો ચરણામૃત લીધા બાદ ભૂલથી પણ તે હાથને માથા પર ક્યારેય ના ફેરવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિ પર નકારાત્મક અસર થાય છે. તેની સાથે જ જણાવી દઈએ કે ચરણામૃત હંમેશા જમણા હાથમાં લો. સાથે જ ચરણામૃતને શાંત ચિત્તે ગ્રહણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *