ધીરુભાઈ અંબાણી વિશે તો બધા જાણે છે, પણ તેમના ભાઈઓ શું કરે છે એ જાણો છો?

ધીરુભાઈ અંબાણી, એ વ્યવસાય જગતમાં એક એવું નામ છે જેમને કોઈ પરિચયની જરૂર નથી. બિઝનેસ જગતમાં તે બાદશાહ તરીકે પણ ઓળખાય છે. જો કે, ધીરુભાઇ અંબાણીના કેટલા ભાઈઓ છે. તેમના પરિવારજનો આજકાલ શું કરે છે તે અંગે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને માત્ર ધીરુભાઇ અંબાણીના ભાઈઓનો જ પરિચય નહિ આપીએ, પરંતુ તેમના પરિવાર વિશેની માહિતી પણ આપીશું.

ધીરુભાઇ અંબાણીના પિતાનું નામ હીરાચંદ ગોરધનભાઇ અંબાણી હતું. તે વ્યવસાયે એક શિક્ષક હતા. ધીરુભાઇ અંબાણીના માતાનું નામ જમનાબેન હતું. તેઓ એક ગૃહિણી હતા. ધીરુભાઇ અંબાણીના પરિવારમાં ચાર ભાઇ-બહેન હતાં. તેમના ભાઇઓનું નામ રમણીકભાઇ અને નાથુભાઇ હતું, જ્યારે તેમની બહેનોનું નામ ત્રિલોચનાબેન અને જસુમતિબેન હતું.

રમણીકભાઇ અને તેમનો પરિવાર: રમણિકભાઇ, જે ધીરુભાઇ અંબાણીના મોટા ભાઇ હતા, તેમના લગ્ન પદ્માબેન સાથે થયા હતા. વિમલ અંબાણી રમણીકભાઇ અંબાણીના પુત્ર છે, જેમના નામ પર જ 1970 માં અમદાવાદ નજીક નરોડામાં વિમલ બ્રાન્ડની શરૂઆત થઈ હતી. તેની સ્થાપનામાં વિમલ અંબાણીના પિતા રમણીકભાઇનું મહત્ત્વ યોગદાન હતું. 2014 સુધી, તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડનો ભાગ પણ હતા.

રમણિકભાઇ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી બોર્ડમાંથી બહાર નીકળ્યા ત્યારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા. 28 ઓગસ્ટે રમણિકભાઇએ છેલ્લા શ્વાસ લીધા હતા. રમણિકભાઇ અને પદ્માબેનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

તેમની પુત્રીઓનું નામ નીતા, મીના અને ઇલા છે, જ્યારે તેમના પુત્રનું નામ વિમલ અંબાણી છે. રમણિકભાઇનાં પત્ની પદ્માબેનનું વર્ષ 2001 માં નિધન થયું હતું. રમણીકભાઇ ત્યારબાદ તેમના બાળકો અને પૌત્રો સાથે રહેતા હતા. કરોડોનો વેપાર કરે છે વિમલ અંબાણી: વિમલ અંબાણી ટાવર ઓવરસીઝ લિમિટેડની જવાબદારી સંભાળી રહ્યા છે. કંપની સ્થાવર મિલકતના રોકાણ સાથે સ્ટાર્ટઅપ રોકાણો અને સ્ટોક દલાલીના ક્ષેત્રમાં કામ કરી રહી છે.

વિમલ અંબાણી અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્સટાઇલ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ હતા. ટાવર ઓવરસીઝ સિવાય પણ વિમલ અંબાણી ઘણી કંપનીઓ સાથે જોડાયેલા હતા. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે ટેક્સટાઇલ અને લેધર ગુડસનું કામ કરે છે. તેમાં તેઓ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પર છે. વિમલ અંબાણીના સોનલ અંબાણી સાથે લગ્ન થયા હતા.

તેમને અમર અંબાણી નામનો પુત્ર અને અંજલિ અંબાણી નામની એક પુત્રી છે. બંને હાલમાં અભ્યાસ કરે છે. વિમલ અંબાણીની બહેનનું નામ ઇલા અંબાણી છે, જેમણે રાજકારણી સૌરભ પટેલ સાથે લગ્ન કર્યા છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન છે.

નાથુભાઇ અંબાણી અને તેમનો પરિવાર: નાથુભાઇ અંબાણી ધીરુભાઇ અંબાણીના નાના ભાઇ છે. તેમણે સ્મિતાબેન સાથે લગ્ન કર્યાં હતાં. નાથુભાઇ અંબાણીના પુત્ર વિપુલ નાથુભાઇ અંબાણી છે. વર્ષ 2009 માં તેમણે પ્રીતિ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. વિપુલ અને પ્રીતિ ઘણી કંપનીઓમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે.

વિપુલ એક કેમિકલ એન્જિનિયર પણ છે. વિપુલે યુનિવર્સિટી ઓફ મેસાચ્યુસેટ્સમાંથી અભ્યાસ કર્યો છે. વિપુલે તેની કારકિર્દીની શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કંપની પ્રોજેકટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરિંગ ગ્રુપથી જ કરી હતી. મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર રહીને, તેમણે આ કંપનીમાં પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. વિપુલે આ બાદ ટાવર કેપિટલ અને સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડના નામે એક પોતાની એક કંપની બનાવી હતી.

એવું કહેવામાં આવે છે કે હાલમાં વિપુલ અંબાણી આ કંપનીના ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે. પ્રીતિ અંબાણી એ જ કંપનીમાં બીજા ડિરેક્ટર તરીકે કામ કરી રહયા છે. કંપની તેના ગ્રાહકોને બ્રોકિંગની સુવિધા પૂરી પાડે છે. વિપુલ અંબાણીએ 2014 માં નીરવ મોદી સાથે કામ શરૂ કર્યું હતું. આ જ કારણ હતું કે નીરવ મોદીના ફ્રોડ કેસની તપાસમાં સીબીઆઈએ વિપુલ અંબાણીને લગતી બાબતોની પણ તપાસ કરી રહી હતી.

વિપુલ અંબાણી અને પ્રીતિ અંબાણીનાં બાળકો કોણ છે અને તેઓ શું કરે છે તે વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. આમ તો, ધીરુભાઇ અંબાણીએ વ્યવસાયની દુનિયામાં જે નામના મેળવી, તેવી નામના તેમના ભાઈઓને નથી મળી, પરંતુ તેમાંના મોટાભાગના પરિવારો આજે ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકામાં છે. આ જ કારણ છે કે દરેકને તેમના ભાઈઓના નામ ખબર નથી, પરંતુ ધીરુભાઇ અંબાણીનું નામ આજે લગભગ દરેક જણ જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *