ધનતેરસ પર શું ખરીદવું, શું નહીં; દુર્ભાગ્યને આમંત્રણ આપે છે આ વસ્તુઓની ખરીદી.. એટલે જાણી લો

આસો મહિનો ચાલી રહ્યો છે અને તેની સાથે હવે નવરાત્રિ પછી દિવાળીની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ઘરમાં સાફ સફાઈ કરવાની સાથે સાથે શોપિંગ પણ શરુ થઇ ગઈ છે. ધનતેરસ પર કરવામાં આવતી મુખ્ય ખરીદીને લઈને પણ લોકો આયોજનો કરવા લાગ્યા છે. તેવામાં જરૂરથી જાણી લેવું કે ધનતેરસ પર શું ખરીદવું શુભ હોય છે અને કઈ વસ્તુઓની ખરીદી નુકસાનકારક હોય છે. આ વર્ષે ૨ નવેમ્બર, ૨૦૨૧ એ ધનતેરસ છે.

બરકત લાવે છે ધનતેરસની ખરીદી: ધનતેરસનો દિવસ ધન- સમૃદ્ધિ વધારવાનો દિવસ છે. આ દિવસે ખરીદી કરવી ખુબજ શુભ હોય છે અને આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ શુભ ફળ આપે છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે ધનતેરસના દિવસે કંઈક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. જો આ દિવસે અમુક વસ્તુઓ ખરીદવામાં આવે તો વર્ષભર પૈસાની તંગી નથી રહેતી.

આ વસ્તુઓમાં સૌથી મહત્વનું હોય છે ચાંદી કે પિત્તળના વાસણ. કુબેર યંત્ર અને શ્રીયંત્ર: ધનતેરસ પર કુબેર યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર ખરીદવું ખુબજ શુભ હોય છે. ધનતેરસના દિવસે શ્રીયંત્રને ઘર કે દુકાનની તિજોરીમાં રાખવાથી વર્ષભર પૈસા વરસે છે.

લક્ષ્મી -ગણેશજીની મૂર્તિ: આ ઉપરાંત ધનતેરસ પર લક્ષ્મી- ગણેશજીની મૂર્તિ ખરીદવી પણ ખુબજ શુભ હોય છે. આવું શક્ય ના બને તો લક્ષ્મી- ગણેશજીના ફોટોવાળો ચાંદી કે સોનાનો સિક્કો ખરીદી લેવો. તેનાથી ધનના દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ધાણાના બીજ: ધનતેરસ પર ધાણાના બી ખરીદવા પણ ખુબજ શુભ હોય છે. તેનાથી આખું વર્ષ બરકત અને સમૃદ્ધિ ટકી રહે છે. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવેલા ધાણાના બીજ એટલે કે સુકા ધાણા તિજોરીમાં રાખવા ખુબ જ શુભ હોય છે.

સાવરણી ખરીદવી: ધનતેરસ પર નવી સાવરણી ખરીદવી ખુબ જ શુભ હોય છે. આ દિવસે ખરીદવામાં આવેલી સાવરણી પૈસાની તંગી, બીમારીઓને ખત્મ કરે છે અને ધન- સંપત્તિ અપાવે છે. ઉલ્લેખનીય છે સાવરણી માં લક્ષ્મીનું પ્રતિક જ કહેવાતી હોય છે.

પરંતુ ભૂલથી પણ ના ખરીદવી આ વસ્તુઓ: ધનતેરસ પર લોખંડની વસ્તુઓ ના ખરીદવી, આવું કરવું દુર્ભાગ્યને આમંત્રણ આપવું હોય છે કારણકે લોખંડ શનિથી સંબંધિત વસ્તુ છે. તેની ઉપરાંત ધનતેરસના દિવસે ચિનાઈ માટીથી બનેલી વસ્તુઓ પણ ના ખરીદવી, તેનાથી ગરીબી આવે છે. આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું. જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *