રોજ ૨૭ કિમી ચાલીને કામ પર જતો હતો ગરીબ વ્યક્તિ, એક દિવસ મળી લિફ્ટ અને બદલાઈ ગયું કિસ્મત.. જાણો કેવી રીતે

આ દુનિયામાં જ્યાં સુધી માનવતા અને સારા લોકો જીવિત રહેશે ત્યાં સુધી આ દુનિયા હસતી રહેશે. કેટલીકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી મળેલો આનંદ કંઈક અલગ જ હોય છે. વિશ્વમાં ઘણા લોકો છે જેઓ તેમના સંજોગો સાથે સંઘર્ષ કરે છે. આવી સ્થિતિમાં, જો આપણે તેમને થોડી મદદ કરીએ, તો તેમનો સંઘર્ષ થોડો સરળ થઈ જાય છે.

અમેરિકાના ઓક્લાહોમાનો એક એવો કિસ્સો છે. અહીં રહેતો 20 વર્ષીય ફ્રેન્કલિન દરરોજ 27 કિલોમીટર ચાલીને કામ પર જતો હતો. જેથી તેનો પરિવાર ભૂખ્યો ના રહે. ફ્રેન્કલિન આજ દિવસ સુધી તેમના કામની એક પણ પાળી ચૂક્યો નથી. દરરોજ 27 કિ.મી. ચાલવું એ સરળ કાર્ય નથી. આ માટે તે દરરોજ ત્રણ કલાક વહેલા ઘરેેેથી નીકળી જાય છે.

ફ્રેન્કલિન બફેલે વાઈલ્ડ વિંગ્સમાં રસોઈયા તરીકે કામ કરે છે. જો કે આ કામ કરવા માટે તેમણે દરરોજ 13 કિલોમીટર આવીને પાછા જવાનું થાય છે. આમ તે દરરોજ પગપાળા 27 કિલોમીટરની મુસાફરી કરે છે. તેમણે આ કામ તેમની ગરીબીને કારણે કરવું પડે છે. ફ્રેન્કલિનની માતાનું 16 વર્ષની વયે અવસાન થયું. આ પછી તેમણે હાર માની નહીં અને તેના પગ પર ઉભો રહ્યો.

તે કહે છે કે જ્યારે પણ હું ચાલું છું ત્યારે હું કંટાળી ગયો છું કે નહીં તે વિશે વિચારતો નથી, મારો હેતુ કોઈ પણ રીતે સમયસર મારા કામ સુધી પહોંચવાનો છે. ફ્રેન્કલિન કદાચ આ રીતે ઘણાં વર્ષોથી ચાલીને તેમના કામ પર જતો હશે. પરંતુ એક દિવસ એક સારા માણસે તેને લિફ્ટ આપી અને તેનું જીવન બદલાઈ ગયું

માઈકલ લિન નામનો એક વ્યક્તિ પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે ખૂબ આકરા તડકામાં એક વ્યક્તિ (ફ્રેન્કલિન) રસ્તા પર ચાલતો જાય છે. આવી સ્થિતિમાં માઈકલે ફ્રેન્કલિનને લિફ્ટ આપી હતી. બંને કારમાંં બેેઠા અને પછી વાતચીત કરી. ત્યારે માઈકલને ખબર પડી કે ફ્રેન્કલિન દરિયાકાંઠે તડકામાં રોજ 27 કિલોમીટર ચાલે છે. આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ફ્રેન્કલિનને મદદ કરવાનો સંકલ્પ કર્યો.

માઈકલે સોશિયલ મીડિયા પર ફ્રેન્કલિનનો ફોટો મૂકીને લોકોને મદદ માટે કહ્યું. આ પછી કેરી કોલિન્સ નામની મહિલાએ આ પોસ્ટ જોઈ. તેણે તેના પતિને જે ચેરિટી ચલાવે છે તેમને ફ્રેન્કલિન વિશે જણાવ્યું. ત્યાર પછી ઘણા લોકો ફ્રેન્કલિનને મદદ કરવા માટે ભેગા થયા. કેરીએ તેના ચેરિટી ગ્રુપ અને સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્કલિન માટે સહાય માંગી. ત્યારે થોડી જ વારમાં તેની પાસે સારી એવી રકમ એકઠી થઈ ગઈ.

આ પ્રક્રિયામાં સૌ પ્રથમ ચેરિટી ગ્રૂપે ફ્રેન્કલિનને સાયકલ ભેટમાં આપી. ત્યાર પછી તેમણે ‘ગો ફંડ મી’ નામનું ગ્રુપ બનાવીને આ ઝુંબેશને આગળ વધાર્યું. આ રીતે તેમની પાસે 35 લાખ રૂપિયા એકઠા થયા. ફ્રેન્કલિન રસોઈયા તરીકે કામ કરવાની સાથે વેલ્ડીંગનો અભ્યાસ પણ કરી રહ્યો છે.

આવામાં લોકોએ કરેલી પૈસાની મદદથી તે તેમનો અભ્યાસ પૂર્ણ કરશે. તેમાં કોઈ શંકા નથી કે લોકોએ ફ્રેન્કલિનને જે રીતે મદદ કરી છે તે પ્રશંસનીય છે. આપણે પણ આ ઘટનામાંથી શીખવું જોઈએ અને બીજાને મદદ કરવા આગળ આવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *