દુનિયામાં દરેકને કોઈને કોઈ વસ્તુનો શોખ હોય છે. કોઈને કપડાનો તો કોઈને જમવાનો તો કોઈને કારનો શોખ હોય છે. કારમાં બેસવું તો દરેક લોકોને ગમતું હોય છે. પરંતુ અમુક કારની કિંમત જ એટલી બધી હોય છે કે એના પર સવારી કરવું એ સૌના સપનાની વાત બની જાય છે. એવામાં જો એવું પૂછવામાં આવે કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ હશે?

તો આજે અમે તમને જણાવવા જી રહ્યા છીએ કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે અને કેટલાની છે. જેની કિંમત જાણીને તમારા હોશ જ ઉડી જશે. લક્ઝરી કાર બનાવવાવાળી પ્રખ્યાત કમ્પની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. જેને નામ આપવામાં આવ્યું છે , ‘બોટ ટેલ’. આ કર ખુબ ખાસ છે તેની કિંમત ૨૦મિલિયન પાઉન્ડ એટલે કે ૨૦૦ કરોડ રૂપિયા છે.

આ કાર તૈયાર કરતા કંપનીને ચાર વર્ષનો સમય લાગ્યો છે. આ કાર ચાર સીટોવાળી છે જેની લંબાઈ ૧૯ ફીટ છે. આ કારનો પાછળનો હિસ્સો એક લક્ઝરી સ્પીડબોટ થી મળતું આવે છે. આ કારને પીકનીક માટે વાપરી શકાય તેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. તેમાં આગળ અલગ કુલર લગાડવામાં આવ્યું છે.

એટલું જ નહિ પરંતુ તેમાં ક્રોકરી , સોલ્ટ, ગ્રાઇન્ડર માટે પણ સ્પેસ આપવામાં આવી છે. કૈવિયરમાં ફ્રીઝ સાથે ચીલર પણ આપવામાં આવ્યું છે. જેથી ત્યાં અલગ-અલગ પ્રકારની ખાવાની ચીજો રાખી શકાય. આ કારમાં એક ૧૫ સ્પીકરનું સાઉન્ડ સીસ્ટમ લગાડવામાં આવ્યું છે. અને સ્પેશિયલ આ કાર માટે સ્વીત્ઝરલેન્ડની એક ઘડિયાળ બનાવવાવાળી કંપની બોવી ૧૮૨૨ એ આ કાર માટે સ્પેશિયલ ઘડિયાળ પણ બનાવી છે.

આ કારના એન્જીનની વાત કરીએ તો આ એન્જીન v12 ૬.૭૫ બ્રાઈટ એન્જીન ૫૬૩ એચપીનો પાવર આપે છે. ભારતમાં રોલ્સ રોયસ કારની વાત કરીએ તો ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા એ બીગ બી ણે ફેન્ટમ કાર ગીફ્ટમાં આપી ચુક્યા છે. એ સિવાય પણ ઘણી સેલીબ્રીટીઓ પાસે રોલ્સ-રોયસની લક્ઝરી કાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *