ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોના વાયરસની બીજી લહેર ખુબજ ખતરનાખ સાબિત થઇ છે, ગુજરાત અને દેશભરમાં કોરોના કેસોમાં ખુબજ મોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સરકારે કોરોનાને નાથવા માટે એક દવાને મંજુરી આપી છે.

શુક્રવારે ભારત ડ્રગ્સ રેગુલેટર તરફથી ઝાયડસની દવા Virafin ને મંજરી આપી છે. આ Virafin દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરી શકાશે. શુક્રવારના રોજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) એ ઝાયડસની ડ્રગને મંજૂરી આપી છે. કંપની દ્વારા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા વયસ્ક લોકોને આ દવા ઉપયોગી થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

દવાના પરીક્ષણ દરમિયાન 91.15% દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. એટલે આ દવા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે ખાસ વાત ધ્યાનમાં રાખવી કે તેનો ઉપયોગ તબીબોના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ.  ઝાયડસની આ એન્ટીવાયરલ ડ્રગના ઉપયોગથી કોરાના દર્દીઓને રાહત મળે છે અને લડવાની તાકાત મળે છે.

ઓક્સિજન લેવલને મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા કારગત સાબિત થઇ છે.  ઝાયડસે દાવો કરતા જણાવ્યું છે કે કોરોના થવાની શરૂઆતમાં જો Virafin આપવામાં આવે તો કોવીડના દર્દીને કોરોનાને હરાવવામાં મદદ મળશે અને ઓછી તકલીફ પડશે. હાલમાં આ ડ્રગ્સ માત્ર ડૉક્ટરની સલાહ બાદ જ દર્દીને આપવામાં આવશે, તેમજ આ દવાને હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ આ ડ્રગ ભારતના અંદાજિત 25 સેન્ટર્સ પર 250 દર્દીઓ પર ટ્રાયલ કર્યું હતું, જેમાં અસરકારક પરિણામો જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *