ચાણક્યના અનુસાર ભૂલથી પણ કોઈને ના કહેવું આ રાઝ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન..

ચાણક્ય, વિદુર અને ગંગાપુત્ર ભીષ્મ નીતિ શાસ્ત્રના મહાન વિદ્વાનોમાંથી એક રહ્યા છે અને તેમની નીતિ અને જીવનથી સબંધિત જ્ઞાન ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત હિદોપદેશ, જાતક કથાઓ અને અન્ય નીતિ કથાઓથી આપણને જીવનનું જ્ઞાન, નીતિનું જ્ઞાન અને ધર્મ સબંધિત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

તેમાં કેટલીક એવી વાતો લખી છે, જે તમારે ચોક્કસથી જાણવી જોઈએ. આ પૌરાણિક કથાઓમાંથી આજે અમે એવી ૧૦ વાતોનું સંકલન કર્યું છે, જે હમેશા અન્યોથી ખાનગી રાખવી જોઈએ. આવો જાણીએ, આખરે કઈ છે તે ૧૦ વાતો જે તમારે ક્યારેય કોઈને ના કહેવી જોઈએ.

તમારે હમેશા તેવા લોકોથી સાવધાન રહેવું જોઈએ, જે તમારા અંગે શોધી શોધીને પૂછતાં ફરતા હોય છે. જો કોઈ તમારી શક્તિ, કમજોરી અને બેકગ્રાઉન્ડ જાણવાનો પ્રયત્ન કરે, તો સમજી જવું કે તમારું અહિત ઈચ્છે છે.

ઘર પરિવારની વાતો: ઘણા તેવા લોકો હોય છે, જે પોતાના ઘર પરિવારની વાતો પોતાના મિત્રો અને સબંધીઓ સાથે શેર કરતા રહે છે, જો તમે પણ આવું કરો છો તો સંભાળી લેવું નહીં તો પછી પસ્તાવું પડે છે. હકીકતમાં ઘર પરિવારની વાતો કરવાથી ઘરના સદસ્યોમાં અંદરોઅંદર વિવાદ તથા અવિશ્વાસની ભાવના જન્મે છે. પ્રયત્નો કરવા જોઈએ કે ઘરની વાતો ઘરમાં જ રહે. તેનાથી તમારો પરિવાર સુખી રહેશે.

ઘર પરિવારમાં નાની મોટી તકલીફો રહ્યા કરતી હોય છે પરંતુ ઘરની વાતોને બહાર ના લઇ જવી જોઈએ. કેટલાક લોકો તો તેવા હોય છે, જે પોતાની પત્નીની સાથેના સબંધો અન્યોને જણાવે છે. હમેશા પ્રયત્ન કરવા કે પોતાના ઘર પરિવારની વાતો પોતાના સુધી સીમિત રહે, સાંભળવાવાળા તાળીઓ પાડીને ખસી જશે પરંતુ બાદમાં તેનું નુકસાન તમારે જ ઉઠાવવું પડી શકે છે. પોતાના ઘરની વાત અન્યોને કહીને બીજાની સહાનુભુતિ જરૂરથી હાંસલ કરી શકશો પરંતુ તેનાથી તમારી નબળાઈનું પ્રદર્શન થશે.

ઘરના રહસ્ય: ઘણા લોકો હોય છે જે પોતાનું ઘર બતાવવાના ચક્કરમાં ઘરના ખૂણેખૂણાથી અવગત કરાવી દે છે. જે તમારે વિશ્વાસપાત્ર છે, તેમને તમે ઘર બતાવી શકો છો, પરંતુ જોવામાં આવે છે કે ઘણા લોકો પોતાના ઘરમાં આવેલા સૌને ઘરના રહસ્ય જણાવવા લાગે છે. જો તમે પણ તેવું કરો છો તો સાવધાન થઇ જવું, નહીં તો તમારે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

જુના સમયની વાત કરીએ, તો લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ઘર પણ ઘણા મોટા મોટા રહેતા હતા. તે દિવસોમાં ધારણા પ્રચલિત હતી કે કોઈએ પણ પોતાના ઘરનું રહસ્ય નથી કહેવાનું. સૌના રૂમ અલગ અલગ રહેતા હતા અને સૌનું પોતાનું વ્યક્તિગત જીવન રહેતું હતું. જો કોઈ તમારા ઘરમાં સબંધી આવી જાય છે, તો તમારે તે સુનિશ્ચિત કરી લેવું કે તેનું આવવું જવું માત્ર તમારા ગેસ્ટ રૂમ સુધી સીમિત રહે.

ધન: લોકોને તે જાણવાની ઈચ્છા હમેશા રહે છે કે તમે કેટલા પૈસા કમાઓ છો. જો તમે તે નહી જણાવો, તો આ લોકો અન્ય રીતે જાણવાના પ્રયત્ન કરશે. જો કે પોતાના ધનની વાત ખાનગી રાખવી જોઈએ. જણાવી દઈએ કે હમેશાથી સલાહ આપવામાં આવે છે કે પોતાના ધનની માહિતી કોઈને ના આપવી જોઈએ, પરંતુ તમારી પત્નીને આ અંગે જરૂરથી કહેવું.

અપમાન: ક્યારેય પણ અપમાન સહન ના કરવું જોઈએ, જો તમારું સામાજિક રૂપથી અપમાન કરવામાં આવે છે તો તેનો જરૂરથી વિરોધ કરો. પરંતુ તેને વધારે દિવસ સુધી પોતાના મગજમાં ના રાખવું, પરંતુ કોશિશ કરો કે આવું કોઈ બીજી વખત તમારી સાથે ના કરી જાય. સાથે જ યાદ રાખવું કે ક્યારેય પણ સહાનુભુતિ મેળવવા માટે પોતાના અપમાનનો પ્રચાર ના કરવો. જો તમે પોતાના અપમાનનો પ્રચાર પ્રસાર કરો છો, તો તમે માત્ર હાંસીને પાત્ર જ બનો છો.

યોગ્યતા અથવા નબળાઈ: કહેવાય છે કે પોતાની નબળાઈ અંગે કોઈને ના કહેવું જોઈએ, નહીં તો લોકો ખોટો લાભ ઉઠાવે છે. જો તમે તમારી નબળાઈ અંગે કોઈને કઈ કહો છો તો બની શકે છે કે તે તમારી સાથે ખોટો વ્યવહાર કરવા લાગે અથવા તો તમારા પર માનસિક દબાણ બનાવે. એટલે જ તે અંગે તમારે સારી રીતે વિચારી લેવું કે ક્યારે, ક્યાં અને કઈ નબળાઈ ખાનગી રાખવાની છે. સાથે જ તે વાતનું અંતર કરવાનું શીખી લેવું કે નબળાઈ અને અયોગ્યતામાં ફર્ક હોય છે.

મનની વાત: તમારા મનની વાત કહીને તમે કોઈ મોટા સંકટમાં પડી શકો છો. ઘણીવાર તેવું થાય છે કે તમે કોઈ વાતને લઈને ગુસ્સે થઇ જાવ છો અથવા તમારી અંદર ઘૃણા ઉભી થઇ જાય છે. મનમાં હજારો પ્રકારના વિચાર ઉત્પન્ન થાય છે, પરંતુ એક બુદ્ધિમાન અને એક ચતુર વ્યક્તિ ફક્ત તે વાતોને જ વ્યક્ત કરે છે જે તેના હિતમાં હોય. જો તમે તમારા મનની દરેક વાતને જગજાહેર કરશો, તો લોકો તમારા અંગે એક ધારણા બનાવવાની શરુ કરી દેશે.

ગુરુમંત્ર, સાધના અને તપ: જો તમે કોઈ યોગ્ય ગુરુ જોડેથી દીક્ષા કે મંત્ર લીધો છે, તો ગુરુ દ્વારા આપવામાં આવેલા મંત્રના વખાણ ના કરવા. ગુરુમંત્રને હમેશા ખાનગી રાખવો જોઈએ. એટલું જ નહી તમે કોઇપણ પ્રકારની સાધના, તપ, ધ્યાન કે ઉપવાસ રાખો છો, તો તેને પણ ખાનગી રાખવું નહી તો તે નિષ્ફળ થઇ જશે.

દવા: જો તમે કોઈ પ્રકારની બીમારીથી ગ્રસ્ત છો અને દવા ખાઓ છો, તો તેને ગુપ્ત જ રાખો. તેવું કહેવાય છે કે દવાની અસર પણ વધારે તો તે ગુપ્ત રાખો તો જ થાય છે, જો કે પ્રાચીન કાળમાં આવું હોઈ શકે છે કે આ વાત કોઈ વિશેષ રોગ કે ઔષધીના સબંધિત રીતે કરવામાં આવી હોય કારણકે પહેલાના લોકો કેટલીક દુર્લભ વનસ્પતિઓના જાણકાર હતા.

ઉંમર: કહેવાય છે કે પોતાની ઉંમરનો પ્રચાર પ્રસાર ના કરવો જોઈએ. કેટલાક લોકો વગર કારણે જ ઉંમર પૂછતાં રહે છે તો તેવા લોકોને ક્યારેય પોતાની ઉંમરની જાણકારી ના આપવી. જો કે વર્તમાન સમયમાં આ શક્ય નથી કારણકે લાયસન્સ, પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોમાં ઉંમરનો ઉલ્લેખ હોય છે. જ્યાં જરૂર ના હોય ત્યાં પોતાની ઉંમર ના જણાવવી.

દાન: ઘણા લોકો હોય છે, જે પહેલા દાન કરે છે અને બાદમાં સમગ્ર સમાજમાં તેનો પ્રચાર પ્રસાર કરે છે. તેવા લોકોને ક્યારેય પણ તે દાનનો લાભ નથી મળતો. કહેવાય છે કે દાન ગુપ્ત રહે છે ત્યારે જ તેનું પુણ્ય મળે છે અને જે દાનના વખાણ થઇ જાય છે તેનું ફળ નિષ્ફળ થઇ જાય છે. જો તમે કોઈ મંદિરમાં ગરીબોને ભોજન કરાવો છો કે કોઈ પ્રકારની આર્થિક મદદ કરો છો, તો તેનો પોતાના મોઢે જ પ્રચાર ના કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *