આચાર્ય શ્રી ચણકના શિષ્ય આચાર્ય શ્રી ચાણક્યની કીધેલી વાતો દરેક માટે ખુબ લાભદાયી હોય છે. સદીઓ પહેલા આચાર્ય ચાણક્યે ઘણી એવી વાતો કીધી હતી જે આજે પણ લોકોને ખુબ કામ આવે છે. ચાણક્યે સામાજિક, આર્થિક, રાજનીતિક વગેરે જીવનની દરેક પરિસ્થિતિનું ઝીણવટપૂર્વક અધ્યયન કર્યું છે.

આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. આજે પણ તેમનું ભારતીય ઇતિહાસમાં મુખ્ય સ્થાન છે. આજની દુનિયાના હિસાબે ચાણક્યનીતિમાં લખેલા તેમના વિચારો ખુબ સચોટ હોય છે. તેમણે ઘણા પ્રકારની વાતો કહી છે.

તેમણે એ પણ જણાવ્યું છે કે ક્યાં પ્રકારના વ્યક્તિ કાળા નાગ કરતા પણ વધુ ઝેરીલા અને ખતરનાક હોય છે. ચાણક્યનીતિમાં ચાણક્યે એવા લોકોથી દુર રહેવાનું કહ્યું છે.ચાલો જાણીએ એવા ક્યાં વ્યક્તિઓ છે જેનાથી દુર રહેવામાં જ ભલાઈ રહેલી છે.

આચાર્ય ચાણક્યે આખા જીવનના અનુભવ પરથી પોતાના વિચાર અને નીતિઓને ચાણક્યનીતિમાં લખ્યું છે. ચાણક્યનીતિની ચર્ચા આખી દુનિયામાં થાય છે. પોતાની બુદ્ધિ અને આવડત પર તેઓ એક સાધારણ બાળકને સમ્રાટ પદ પર પહોચાડવાવાળા ચાણક્યે કહ્યું છે કે જે વ્યક્તિ મનનો મેલો હોય છે તે સાપ કરતા પણ વધુ ઝહેરીલો હોય છે.

જે વ્યક્તિ દ્રીમુખી હોય છે એટલે કે ‘મુખમાં રામ અને બગલમાં છરી’ તેવા લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ. તેઓ બીજાથી પણ જલતા હોય છે. તેવા લોકો કોઈની પણ પ્રગતિથી ખુશ થતા નથી. જયારે કોઈ એમની આગળ નીકળી જાય છે ત્યારે તેઓ એ સહન કરી શકતા નથી. તેઓ હંમેશા બીજાને નીચે પાડવામાં જ લાગેલા હોય છે. જેથી તેમનું જીવન ક્યારેય સફળ થતું નથી.

આચાર્ય ચાણક્યે કહ્યું છે કે કાળો નાગ પણ ત્યારે જ વાર કરે છે જયારે કોઈ વ્યક્તિ તેને પરેશાન કરે છે પરંતુ મનના મેલા વ્યક્તિઓ તો કાળા નાગથી પણ એક પગલું આગળ ચાલતા હોય છે  કે તેઓ કોઈ કારણ વગર બીજા વ્યક્તિને બરબાદ કરવામાં લાગેલા હોય છે.તેઓ બીજાનું જીવન બરબાદ કરવા કોઈ પણ હદ સુધી જી શકે છે અને તેમાં નુકશાન તેમનું ખુદનું જ થતું હોય છે.

જે લોકો ખુબ મીઠી મીઠી વાતો કરતા હોય તેવા લોકોથી પણ બચીને રહેવું જોઈએ. ચાણક્ય કહે છે કે જે લોકો મોઢા પર મીઠું મીઠું બોલે છે તે જ લોકો પીઠ પાછળ તમારી ચુગલી કરતા હોય છે અને તમને બીજા જોડે લડાવવાનું કામ કરતા હોય છે અને એકબીજા પ્રતિ નફરત પેદા કરાવવાનું કામ કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *