આચાર્ય ચાણક્યની અર્થનીતિ, કુટનીતિ અને રાજનીતિ વિશ્વવિખ્યાત છે જે દરેકને પ્રેરણા આપનારી છે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને સલાહકાર આચાર્ય ચાણક્યની અનુસાર બુદ્ધિમત્તા અને નીતિઓથી જ  નંદવંશનો નાશ કરીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી. આચાર્ય ચાણક્યએ જ ચંદ્રગુપ્તને પોતાની નીતિઓના બળ પર એક સાધારણ બાળકથી શાસકના રૂપમાં સ્થાપિત કર્યા.

અર્થશાસ્ત્રના કુશાગ્ર હોવાના કારણે તેમને કૌટિલ્ય કહેવામાં આવતા હતા. આચાર્ય ચાણક્ય દ્વારા રચિત ચાણક્યનીતિ શાસ્ત્ર એક ગ્રંથ છે. આચાર્ય ચાણક્યે પોતાના નીતિશાસ્ત્ર દ્વારા જીવનથી જોડાયેલી સમસ્યાઓનું સમાધાન બતાવ્યું છે.

ચાણક્યનીતીનું સંસ્કૃત સાહિત્યમાં નીતી ગ્રંથોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. આચાર્ય ચાણક્યે ચાણક્ય નીતિશાસ્ત્રમાં સફળતા મેળવવા માટેના સૂચનો અને સુત્રો નીતિઓના રૂપમાં બતાવ્યા છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે કામ સાચા હ્રદયથી કરવામાં ના આવે જેમાં બીજાનું અહિત છુપાયેલું હોય છે તે કામ સરખી રીતે પાર પડતું નથી.જાણો કયા છે એ ત્રણ કામ.

કોઈનું પણ ખરાબ ના કરવું કે અસત્ય ના બોલવું  જોઈએ : જુત્થું વધારે દિવસો સુધી તાકી શકતું નથી. કહેવામાં આવે છે કે એકને એક દિવસે સત્ય સામે આવી જ જાય છે જો તમે કોઈની સામે ખોટું બોલીને તેનો ગેરલાભ લ્યો છો તો જયારે સત્ય સામે આવે ત્યારે તમે ભોઠા પડી જાવ છો અને તમારું માન-સમ્માન ખોઈ બેસો છો.આવા લોકોને કોઈ પસંદ કરતા નથી. માં સન્માનની રક્ષા માટે વ્યક્તિએ હંમેશા સત્ય જ બોલવું જોઈએ.

બીજા લોકોની ઈર્ષા ના કરો: ચાણક્ય કહે છે કે લોકો આદતથી વશ થઈને બીજાની ખામીઓ નીકાળતા હોય છે એટલે જ એવા લોકો જયારે બીજાની સાથે બેસીને બધાનું ખરાબ બોલતા હોય છે અને જે લોકોએ જીવનમાં પ્રગતી કરી હોય તેમનું ખરાબ બોલીને તેમની ઈર્ષા કરતા હોય છે.

તેમનાથી જલતા હોય છે. આવી રીતે ખરાબ બોલીને બીજાના માં-સન્માનને હાની પહોચાડતા હોય છે જો કે આવું કરીને તેઓ પોતે જ કોઈના માટે વિશ્વાસપાત્ર રહેતા નથી અને પોતાનું જ માં-સન્માન ગુમાવતા હોય છે.

ધનનો ખોટો  ઉપયોગ: ચાણક્ય કહે છે કે ધનનો હંમેશા સાચો અને સારો ઉપયોગ કરવો જોઈએ જો ધનણે તમે ખોટા કાર્યોમાં વાપરશો તો એક દિવસ તમારું અહિત થશે અને તમારું માં-સમ્માન ખોવાઈ જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *