ચંદનના ઉપયોગથી થાય છે પાપોનો નાશ અને બીજા અનેક લાભ, જાણો આરોગ્યમાં પણ તેનું મહત્વ

ચંદન ના ફાયદા:ચંદન એક પ્રકારનું વ્રુક્ષ છે અને તેના લાકડાને ઘસીને તેમાંથી ચંદન નીકળવામાં આવે છે. ચંદનના ઘણા પ્રકાર હોય છે. પરંતુ તેમાં મુખ્ય રાક્ય અને શ્વેત ચંદનને માનવામાં આવે છે. તેના સિવાય ગોપી ચંદન, સફેદ ચંદન, લાલ ચંદન, ગોમતી ચંદન અને ગોકુલ ચંદન પણ હોય છે. ચંદનની સરસ સુવાસ આવે છે અને તેના ઉપયોગથી ઘણા રોગો પણ દુર થાય છે.

એટલું જ નહિ પરંતુ ચંદનનો પ્રયોગ ધાર્મિક કાર્યોમાં પણ થાય છે તો ચાલો જાણીએ ચંદનથી જોડાયેલા સ્વાસ્થ્ય અને ધાર્મિક લાભો વિષે. સ્વાસ્થ્યથી જોડાયેલા ચંદનના લાભ:ચંદન શીતળતા પ્રદાન કરે છે.ગરમીની સીઝનમાં ચંદન લગાડવાથી શરીર ઠંડુ રહે છે. ચહેરા પર જો રોજ ચંદન લગાડવામાં આવે તો નીખર આવે છે.સાથે જ આંખની નીચે રહેલા કાળા કુંડાળા પણ દુર થાય છે.

ચંદન પાવડર ચહેરા પર લગાડવા માટે ચંદનનો પાવડર લઇ તેમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવીને સુકાય એટલે ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો જોઈએ. ચહેરાની કરચલીઓ દુર કરવા માટે પણ ચંદન ઉપયોગી છે. ચંદનને ચહેરા પર લગાડવાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા મુલાયમ બને છે.

રોજ માથા પર ચંદનનું તિલક કરવાથી થાક,રક્તવિકાર, ઝાડા, માથા નો દુખાવો વગેરે જેવા રોગ ઠીક થઇ જાય છે તેથી જે લોકો આ રોગોથી પરેશાન હોય તેમણે રોજ માથા પર ચંદનનું તિલક કરવું જોઈએ. તણાવ દુર કરવા માટે પણ ચંદન ઉપયોગી છે. ચંદનને માથે લગાડવાથી દિમાગને શાંતિ મળે છે અને તણાવ દુર થાય છે.

તણાવગ્રસ્ત લોકોએ સુતા પહેલા રોજ માથામાં ચંદનનો લેપ લગાડવો જોઈએ. તેમજ જેમને અનીન્દ્રની બીમારી હોય તે લોકોને પણ ચંદનનો લેપ લગાડવાથી સારી ઊંઘ આવે છે. કેટલીકવાર હાથ અને પગ બળવાની સમસ્યા થાય છે. શરીરના કોઈ પણ હિસ્સામાં જો બળતરા થતી હોય તો ત્યાં ચંદનનો લેપ લગાડવો જોઈએ.તેનાથી બળતરામાં આરામ મળે છે.

ચંદનથી જોડાયેલા ધાર્મિક લાભ:ળમંગળ દોષ હોય તેમણે દુર્ગા માતાની ચંદનની માળા વડે ઉપાસના કરવી જોઈએ.ચંદનની માળથી ઓમ દુર્ગ દુર્ગાયે નમઃ નો જાપ કરવો જોઈએ.તેવું કરવાથી મંગલ દોષ ખતમ થાય છે. તે સિવાય મંગળવારે શિવલીંગની પૂજા કરતા સમયે તેમને રક્ત ચંદન અર્પણ કરવું જોઈએ.આ ઉપાય કરવાથી પણ મંગલ દોષમાંથી મુક્તિ મળે છે.

માં સરસ્વતી , મહાલક્ષ્મી મંત્ર , ગાયત્રી મંત્ર વગેરેનો જાપ કરતી વખતે સફેદ ચંદનની માલનો ઉપયોગ કરવાથી શુભ ફળ મળે છે.જીવનમાં પ્રગતિ મેળવવા માટે ચંદનની માળા ધારણ કરવી જોઈએ. આ માળા પહેરવાથી દરેક કાર્યમાં કામયાબી મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે.

ચંદનનું તિલક કરવાથી પાપોનો નાશ થાય છે અને સંકટોથી રક્ષણ મળે છે. લક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તેમણે જો ચંદનનું તિલક કરવામાં આવે તો લક્ષ્મીમાતાની કૃપા બની રહે છે.વિષ્ણુ અને તેમના અવતારોની પૂજામાં પિત ચંદનનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આ ચંદનનો પ્રયોગ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા બની રહે છે.

ઘરેથી નીકળતી વખતે ડુંટી પર ચંદનનું અત્તર લગાડવાથી વૈભવ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે.કોઈ મનોકામના જો પૂર્ણ ના થઇ રહી હોય તો શિવલીંગની પૂજા કરતી વખતે એમને ચંદનનું તિલક લગાડવું જોઈએ.એવું કરવાથી  ભોળાનાથ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *