કોરોના વાયરસ ફરી એકવાર સમગ્ર ભારતમાં અને દુનિયામાં પ્રકોપ બતાવી રહ્યો છે. દેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. એટલે તમારે વધુ સુરક્ષિત રહેવાની જરૂર છે. તેની સાથે જ તમારે તમારી ઈમ્યુનિટી વધારવાની પણ જરૂરિયાત છે. તેવામાં તમારી ઇમ્યુનિટી વધારવામાં ગિલોય ખુબજ અગત્યની ભૂમિકા નિભાવી શકે છે.

ગિલોય શું હોય છે?

ગિલોય એક પ્રકારનું જંગલી ઝાડ હોય છે. તેની સૌથી મોટી ખાસિયત તે છે કે તે ભારતના દરેક વિસ્તારમાં આસાનીથી મળી જાય છે. તેની વધારે દેખરેખની જરૂરિયાત પણ નથી હોતી. ઋષિ-મુનીઓ વખતથી જ ગિલોયનો ઉપયોગ ભારતમાં ઔષધ તરીકે થાય છે. ભારતમાં કોરોના આવતા જ આ ગિલોયનો ઉપયોગ વધારેમાં વધારે કરવામાં આવી રહ્યો છે.

ગિલોયની ઓળખ આજે ઘણા લોકો સારી રીતે નથી કરી શકતા. ગિલોયના પાંદડા પાનના પત્તા જેવા દેખાય છે. તે બન્ને જ પાંદડાઓમાં કલરનું અંતર હોય છે. ગિલોયના પાંદડાઓનો રંગ ઘણો ઘાટો હોય છે. તે જંગલમાં ખુબ મળે છે.

ગિલોય કમળાના રોગમાં પણ કરે છે ફાયદો

પીળિયો એટલે કે કમળાના રોગીઓને ગિલોય ઘણી ઝડપથી આરામ પહોંચાડે છે. પીળીયાથી પરેશાન લોકોને ગિલોયના પાંદડાનો રસ પીવડાવવાથી ઘણી ઝડપથી આરામ મળે છે. ગિલોયના રોજબરોજના સેવનથી પીળીયાના તાવ અને દુખાવામાં પણ આરામ મળે છે. પીળિયો થયો હોય તેવા દર્દી ગીલોયના પાંદડાનું સેવન કરે.

અસ્થમામાં છે વરદાન

ગીલોયમાં ભારે માત્રામાં એન્ટી- ઇન્ફલેમેટરી તત્વ રહેલા છે. આ તત્વો શ્વાસ સબંધિત સમસ્યાઓમાં જલ્દીથી જલ્દી આરામ આપે છે. તેની સાથે જ ગિલોય અનિચ્છીત કફ પર પણ લગામ લગાવીને રાખે છે. ગિલોય વ્યક્તિના ફેફસાંને સાફ કરવાનું પણ કામ કરે છે. તેની સાથે જ ગિલોયમાં ગ્લુકોસાઈડ અને ટીનોસ્પેરીન, પામેરીન તેમજ ટીનોસ્પોરિક એસિડ ઘણી વધારે માત્રામાં રહેલું છે. ગિલોયમાં રહેલા આ ગુણો લોહીની અછતને દુર કરવામાં સહાયક રહે છે.

ગિલોય ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે

ગિલોયને ઇમ્યુનિટી બુસ્ટર પણ કહેવામાં આવે છે. ગિલોય તમારા શરીરમાં જતા જ રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે. તે વાયરસથી થનારી બીમારીમાં તમારા શરીરનું રક્ષણ કરે છે. તેની અંદર રહેલા ઔષધીય ગુણો તમને શરદી- ખાંસીથી બચાવે છે. જો તમને શરદી- ખાંસી થઇ ગયા છે તો ગિલોયના દંઠલને પાણીની સાથે કોઈ વાસણમાં ગરમ કરી લેવા. ત્યારબાદ તેને ઠંડુ કરીને પી જવું.

ડેન્ગ્યુથી કરે છે તમારું રક્ષણ

કોરોનાની પહેલા ગિલોયનો ઉપયોગ ડેન્ગ્યુંના દર્દીની સારવાર કરવા માટે થતો હતો. ગિલોયમાં રહેલા એન્ટીપાયરેટીક તત્વ તાવના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક હોય છે. ગિલોયનું જ્યુસ ચમત્કારિક રૂપથી તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. તે કારણથી તમને તાવમાં જલ્દીથી જલ્દી આરામ મળે છે. કોઇપણ પ્રકારનો તાવ આવવા પર ગિલોયના દરેક પાંદડાને પહેલા કાપી લો. ત્યારબાદ તેને સારી રીતે ધોઈ લેવા અને ત્યારબાદ તેને ઉકાળીને ગાળીને પીવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *