સુંદરતામાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સાઉથના આ સ્ટાર્સની પત્ની, જીવે છે એકદમ વૈભવી લાઈફસ્ટાઈલથી

આજે બોલીવુડ સ્ટાર્સની સાથે સાથે દક્ષિણના સુપરસ્ટાર પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. આજે સાઉથની ફિલ્મોનું વર્ચસ્વ આખી દુનિયામાં છે. હા, આ ફિલ્મોને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળે છે. જોકે આજે અમે તમને

સાઉથની ફિલ્મો વિશે નહીં પંરતુ તેમની અભિનેતાઓ ની સુંદર પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મહેશ બાબુ- મહેશ બાબુએ વર્ષ 2005 માં નમ્રતા શિરોદકર સાથે લગ્ન કર્યા હતા. નમ્રતાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2000 માં બંને વંશી ફિલ્મના સેટ પર મળ્યા હતા. જે પછી તેમની વચ્ચે પ્રેમ થયો અને આજે તેઓ સુખી જીવન જીવી રહ્યા છે.

અલ્લુ અર્જુન- દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુને 6 માર્ચ 2011 ના રોજ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. સ્નેહા જાણીતા ઉદ્યોગપતિ કંચર્લા ચંદ્રશેખર રેડ્ડીની પુત્રી છે. ચંદ્રશેખર રેડ્ડી એ એસ.સી.આઇ.એન.એન.ટી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના અધ્યક્ષ છે. સ્નેહા અને અલ્લુ અર્જુનને બે બાળકો છે.

રવિ તેજા- રવિશંકર રાજુ ઉર્ફે રવિ તેજા તેલુગુ ઉદ્યોગમાં જાણીતા અભિનેતા છે. રવિ તેજાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 26 મે 2002 ના રોજ રવિએ કલ્યાણી સાથે લગ્ન કર્યા છે.

ગૌરવ- અભિનેતા યશ અને તેની પત્ની રાધિકાની મુલાકાત 2007 માં ટીવી સીરિયલ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારબાદ તેઓએ ઓગસ્ટ 2016 માં સગાઇ કર્યા પછી બંનેએ ડિસેમ્બર 2016 માં લગ્ન કર્યા હતા.

રામચરણ- અભિનેતા રામચરણે 2012 માં ઉપાસના કામિનેની સાથે લગ્ન કર્યા હતા, જેમણે મગધીરા જેવી બ્લોક બસ્ટર ફિલ્મથી દરેકના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું.

એનટીઆર રામા રાવ જુનિયર- એનટીઆર જુનિયર માત્ર એક સફળ અભિનેતા જ નથી પરંતુ તેલુગુ ઉદ્યોગનો ખૂબ જ સુંદર ડાન્સર, ગાયક અને ટીવી કલાકાર પણ છે. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ એનટી રામા રાવના પુત્ર જુનિયર એનટીઆરના લગ્ન લક્ષ્મી સાથે થયા હતા અને તેણીની પ્રખ્યાત ઉદ્યોગપતિની પુત્રી છે.

સુદીપ કીચા- સુદિપ માત્ર સાઉથની ફિલ્મ જ નહીં પરંતુ હિન્દી સિનેમાના પણ જાણીતા સ્ટાર છે. સુદીપ અને તેની પત્ની પ્રિયાની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી રહી છે. બંનેની મુલાકાત વર્ષ 2000 માં થઈ હતી. જોકે બંનેનાં લગ્ન 1 વર્ષ પછી જ થયાં હતાં. જોકે, બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો, તેથી વર્ષ 2016 માં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જેના પછીથી બંનેએ તેમની અરજીઓ પરત ખેંચી લીધી હતી અને આજે તેઓ ખૂબ ખુશ છે.

નાગાર્જુન- નાગાર્જુન તેમના અંગત જીવન વિશે ખૂબ ચર્ચામાં રહે છે. બોલીવુડ અભિનેત્રી તબ્બુ સાથે નાગા અર્જુનનાં સંબંધોએ પણ ક્યારેક જોર પકડયું હતું. નાગાર્જુને તેમના જીવનમાં બે લગ્નો કર્યા છે. તેમની પહેલી પત્ની લક્ષ્મી દગ્ગુબત્તી હતી જેની સાથે તેમણે 1984 માં લગ્ન કર્યા હતા અને વર્ષ 1990 માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ નાગાર્જુને 1992 માં તમિલ અભિનેત્રી અમલા અકિનેની સાથે લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *