99 રૂપિયાના ‘પાટલુન’ થી લઈને 9000 કરોડ રૂપિયાની કંપની સુધી, અને બની ગયા રિટેલ કિંગ

શું તમે કિશોર બિયાણીનું નામ સાંભળ્યું છે? તમારો જવાબ ‘હા’ અથવા ‘ના’ હોઈ શકે પણ તમે બિગ બજારનું નામ તો સાંભળ્યું જ હશે. આજના આ અહેવાલમાં અમે તમને, ફ્યુચર ગ્રુપના માલિક અને ભારતમાં રિટેલ બજાર એટલે કે ‘બિગ બઝાર’ ની શરૂઆત કરનાર કિશોર બિયાની વિશે જણાવીશુ.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રિટેલ કિંગના નામથી જાણીતા કિશોર બિયાનીને ફોર્બ્સ ઈન્ડિયા 100 રિચેસ્ટ 2017 ની સૂચિમાં સ્થાન મળ્યું હતું. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેમણે જીવનમાં કેટલા ઉતાર-ચઢાવ જોયા અને આ બધાને કેવી રીતે પાર કર્યા તે વિશે અમે તમને આ લેખમાં જણાવીશું.

બિઝનેસ જગતમાં, કિશોર બિયાનીએ 1987 માં પેન્ટાલુન્સ નામની કંપનીથી શરૂઆત કરી હતી. આ કંપનીના નામ પાછળ પણ લોજીક છે. 1987 માં મેન્સ વિઅર પ્રા. લિ. નામની કંપની પેન્ટાલુનનું નામ, ઉર્દૂ શબ્દ પટલુન જેવું જ હતું, તેથી તે પસંદ કરવામાં આવ્યું હતું.

આ નામથી કામ શરૂ થયું. 1991 માં ગોવામાં પેન્ટાલુન્સ શોપ શરૂ કરી હતી. વર્ષ 1992 માં, શેર બજારમાંથી નાણાં એકત્રિત કરી અને બ્રાન્ડ બનાવી. આજે આ કંપનીનું 9 હજાર કરોડથી વધુનું ટર્નઓવર છે. કિશોર બિયાની ફોર્બ્સ ઈન્ડિયા 100 રિચેસ્ટ 2017 ની યાદીમાં 55 મા ક્રમે છે. રીટેલથી તેમની કુલ સંપત્તિ 2.75 બિલિયન યુ.એસ. ડોલર હોવાની જણાવાયું છે.

સમાચાર અનુસાર કિશોરનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગીય હતો. રાજસ્થાનથી દાદા મુંબઇ આવ્યા હતા. તેઓ અહીં ધોતી-સાડીનો વેપાર કરતા હતા. આ માર્ગને અનુસરીને કિશોરે 22 વર્ષની ઉંમરે ટ્રાઉઝર બનાવવાનું શરૂ કર્યું. કિશોરની સફળતાનું રહસ્ય, તેમનું સમર્પણ અને મહેનત છે. એવું કહેવામાં આવે છે કે કિશોર લોકોની પસંદગીને સમજે છે અને પછી જ તેમના ઉત્પાદનોને બજારમાં લાવે છે. આજે પણ, પોતાના કોઈ ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં બેસે છે અને લોકોની ખરીદીની રીત જુએ છે.

આ પદ્ધતિ કંઈક અંશે એવી છે કે જ્યારે પ્રાચીન સમયમાં, રાજાઓ તેમની પ્રજાની સ્થિતિ જોવા માટે લોકોની વચ્ચે જતા હતા. કિશોર ભણવામાં સારા ન હતા. પરિવારે 22 વર્ષની ઉંમરે તેમના લગ્ન કરાવી દીધા હતા. તેમણે, પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમની કામ કરવાની રીત તેમને જૂની લાગતી હતી. કંઇક નવું કરવાની ઇચ્છાએ કિશોરને આજે ઉચ્ચતમ ઊંચાઈએ પહોંચાડી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *