ભાડું ના ચૂકવી શકતા મકાન માલિકે ઘરમાંથી કાઢી મુકેલા.. અત્યારે છે ૮૦૦ કરોડની માલિક.. જાણો

આપણે જયારે ય પણ કોઈ સેલીબ્રીટીની લાઈફ સ્ટાઈલ જોઈએ છીએ તો આપણા દિલમાં ઘણા સવાલો આવે છે. આપણે વિચારીએ છીએ કે એમને ગરીબીનો કોઈ અંદાજ જ નહીં હોય, પણ આવું નથી.

ભારતીય ફેશન વર્લ્ડમાં પ્રખ્યાત નામોમાંથી એક નામ છે અનીતા ડોંગરે. આમની લાઈફસ્ટાઈલ અને ભપકો જોઇને તમે ખોટા પડી શકો છો કે એમણે સ્ટ્રગલ નહીં કરવી પડી હોય.

અનિતાએ ઘણી મહેનતના આધારે ઘણું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. તેમને પૈસાની કમી, સમાજના ટોણાઓ અને દુનિયાભરની સમસ્યાઓનો સામનો કરતા પોતાને સમૃદ્ધિની બુલંદીઓ સુધી પહોંચાડ્યા છે.

તો ચાલો આપને જણાવીએ છીએ કે કેવી રીતે પૈસાની તંગી સામે ઝઝુમનારા અનીતા ડોંગરે આજે ૮૦૦ કરોડ રૂપિયાના માલિક બની ગયા.

પરિવારમાં ઉઠાવ્યું આ પગલું

અનીતા ડોંગરેનું નામ આજે પ્રખ્યાત ડિઝાઈનરોમાં લેવાય છે. તેમનો જન્મ એક સિંધી પરિવારમાં થયો હતો. અનીતા તે પરિવારમાં જન્મી હતી જ્યાં મહિલાઓનું કામ કરવું સારું નહોતું કહેવાતું,

જયારે રજાઓના સમયે દાદા દીદીના ઘરે જતી હતી ત્યારે તેમને અનુભવાતું હતું કે મહિલાઓ એટલી આઝાદ નથી જેટલા પુરુષો હોય છે. જો કે અનીતાના પિતાનું પોસ્ટીંગ મુંબઈમાં થયું હતું એટલે તેમને થોડો અલગ માહોલ મળ્યો હતો.

જયારે અનીતા ડોંગરેએ શિક્ષણ પૂરું કરીને ઇન્ટર્નશિપ શરુ કરી તો તેમનો પૂરો પરિવાર ચોંકી ગયો. ઘણા લોકોએ તેના પર વિરોધ દર્શાવ્યો હતો કે તેણે આ ના કરવું જોઈએ.

જો કે તેમના માતાપિતાએ તેમને પુરેપુરો સાથ આપ્યો હતો. ડિઝાઈનિંગમાં પોતાના રસ અંગે વાત કરતા અનિતાએ ઘણી રસપ્રદ વાત જણાવી. અનિતાએ કહ્યું કે તેઓ જયારે પણ જયપુર જતી હતી કે ત્યાં મહિલાઓને ખુબસુરત અને રંગીન કપડા પહેરેલા જોતી હતી તો તેમને ઘણું ગમતું હતું.

વારંવાર બદલવા પડતા હતા કેમેરા

અનીતાએ જણાવ્યું કે તેમની માતા પુષ્પા સાવલાની ત્રણ બાળકો માટે કપડા સીવતી રહેતી હતી તેના કારણે તેમને પણ ડીઝાઈનીંગનો શોખ જાગ્યો. તેમણે ૧૫ વર્ષની ઉંમરમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ ફેશનનું સ્ટડી કરશે અને તેમાં પોતાનું કેરિયર બનાવશે. પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા અનિતાએ જણાવ્યું કે તેમણે ભાડાની જગ્યા લઈને તેમની બહેન સાથે મળીને કામ શરુ કર્યું હતું.

અનિતાએ જણાવ્યું કે શરૂઆતમાં તેની પાસે ૨ સિલાઈ મશીન રહેતી હતી. તેમને બધા જ ખર્ચા મેનેજ કરવા પડતા હતા જે એટલા સરળ પણ નહોતા. તેમણે વારંવાર જગ્યા બદલવી પડતી હતી. ક્યારેક ભાડું વધી જતું હતું તો ક્યારેક તે સમય પર ભાડું નહોતી આપી શકતી. એકવાર તો મકાન માલિકે ભાડું ના હોવાના કારણે તેમને ઘરેથી નીકાળી દીધા હતા.

જો કે અનિતાએ આ મુશ્કેલીઓને કોઇપણ રીતે ઉકેલી. તે પોતાનું પૂરું ધ્યાન કામ પર લગાવતી. અનીતા તે સમયે કામ કરનારી મહિલાઓને ધ્યાનમાં રાખીને ડીઝાઈન બનાવતી હતી, પરંતુ તેની ડીઝાઈન રીજેક્ટ થઇ જતી હતી.

આવું એટલે થતું કારણકે તે ટ્રેન્ડ પ્રમાણે નહોતી રહેતી. અનિતાએ ઘણા સમય સુધી રીજેકશન સહન કર્યું, પરંતુ પછી તેને ગુસ્સો આવ્યો. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાની જ એક બ્રાંડ એસ્ટાબ્લિશ કરશે. તેમનું સપનું સાચું ઠર્યું અને આજે તેમની કંપની AND Design India LTD માં પણ ચાર અલગ અલગ સબ કંપનીઝ કામ કરે છે.

તેમના સ્ટોર્સ માત્ર ઇન્ડિયામાં જ નહી પરંતુ વિદેશમાં પણ છે. આજે અનીતા ઘણી સફળ છે છતાં જો ભૂતકાળ જોઈએ તો તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેમના એક મિત્રએ કહ્યું હતું કે જો તેઓ અમેરિકામાં કરેત તો વધારે સફળ હોત પરંતુ અનિતાએ કહ્યું કે તેમને ભારતમાં વધારે તક દેખાય છે.

અનિતાએ પોતાની બ્રાંડ એસ્ટાબ્લીશ કરવાનો નિર્ણય થોડો મોડો લીધો તે વાતનો તેમને અફસોસ પણ થાય છે. જો કે આજે તેઓ પોતાના કામમાં નિપૂર્ણ છે અને કરોડોના માલિક છે. અનીતાની ડીઝાઈન કરેલા કપડા બોલીવુડ સેલેબ્રિટીઝથી લઈને ઇવાન્કા ટ્રમ્પ, હિલેરી ક્લીન્ટન જેવા વ્યક્તિત્વ પણ પહેરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *