૨ રૂપિયા રોજ કમાતા કમાતા આ મહિલા બની કરોડોની માલિક.. વાંચો સફળતાની કહાની..

કમાણી ટ્યુબ્સ કંપનીની ચેર પ્રસન કલ્પના સરોજની કહાની તે લોકો માટે ઘણી પ્રેરણાદાયક છે કે જે થોડી જ તકલીફોમાં હથીયાર હેઠા મૂકી દે છે. કલ્પનાને જન્મથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બાળ વિવાહનો ડંશ સહન કરવો પડ્યો અને ત્યારબાદ સાસરીયાઓના અત્યાચાર સહન કરવા પડ્યા. એક વખત તો તેમણે પોતને ખત્મ કરવા ઝેર પણ પી લીધું પરંતુ તે બધાથી ઉભરીને મજબુત ઈરાદા સાથે પોતાની જિંદગી એવી બદલી નાખી કે આજે તેમની ગણતરી સફળ એન્ટરપ્રેન્યોર્સમાં થાય છે.

૧૯૬૧ માં મહારાષ્ટ્રના નાના ગામ રોપરખેડામાં દલિત પરિવારમાં કલ્પનાનો જન્મ થયો હતો. તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. પરિવાર મોટું હોવાના કારણે ઘરનો ખર્ચો નીકળતો નહોતો. જયારે કલ્પના ૧૨ વર્ષની હતી અને સાતમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેના લગ્ન તેનાથી ઘણી મોટી ઉંમરના વ્યક્તિથી કરવામાં આવેલા. લગ્ન બાદ તે મુંબઈના સ્લમ્સમાં પતિના ઘરે આવી ગયેલી.

સાસરે તેને ઘણી યાતનાઓ સહન કરવી પડી. જયારે ૬ મહિના બાદ પિતા તેને મળવા આવ્યા તો કલ્પનાની હાલત જોઇને તેને પાછી ગામડે લેત અજ્ઞા. ગામડે જઈને સમાજના લોકોના મહેણાં ટોણા સહન કરવા પડ્યા. તેવામાં તેમણે એક વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ તેણે નોકરી શોધવાની શરુ કરી દીધી. તે ૧૬ વર્ષની ઉંમરમાં તેના કાકાના ઘરે મુંબઈ જતી રહી. ત્યાં ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરવા લાગી. ત્યાં તેને ૨ રૂપિયાનો રોજ મળતો હતો.

પછી કલ્પનાએ પોતાની જિંદગીથી ગરીબી દુર કરવાનું વિચારી લીધું અને તેના નાના ઘરમાં સિલાઈ મશીનો લગાવી લીધી અને ૧૬-૧૬ કલાક કામ કરવા લાગી. પછી તેણે ૫૦ હજાર રૂપિયાની લોન લીધી, તેમાંથી બ્યુટિકનું કામ શરુ કર્યું અને તેમાં ધીમે ધીમે સફળ થતી ગઈ અને તેના બચતના રૂપિયામાંથી ૨૨ વર્ષની ઉંમરમાં ફર્નીચરનો બિઝનેસ શરુ કર્યો.

૧૯૬૦ માં સ્થાપિત કંપની કમાણી ટ્યુબ્સનો માલિકી હક એક નિર્ણય હેઠળ સુપ્રીમ કોર્ટે વર્કર્સને આપી દીધો હતો, પણ કંપનીનું દેવું વધતું જતું હતું. તેવામાં વર્ષ ૨૦૦૦ માં વર્કર્સ કલ્પના પાસે ગયા. શરૂઆતમાં તો તેમણે ૧૧૬ કરોડના દેવામાં ડૂબેલી કંપની માટે ના પાડી દીધી, પરંતુ બાદમાં તે સંચાલિત કરવા માટે માની ગઈ.

કલ્પનાએ જયારે આ ૧૭ વર્ષથી બંધ પડેલી કંપની સંભાળી તો કંપનીના વર્કર્સને કેટલાય વર્ષથી પગાર નહોતો મળ્યો, કંપની પર કરોડોનું સરકારી દેવું હતું, કંપનીની જમીન પર ભાડુઆત કબજો કરીને બેઠા હતા, મશીનો ઉધઈ ખાઈ ચુક્યા હતા, ઘણા મશીન ચોરી ગયા હતા, માલિકી અને કાયદાકીય અનેક વિવાદ અને ગૂંચડા હતા.

કલ્પના હિમ્મત હાર્યા વગર દિવસ રાત મહેનત કરતી રહી અને આ વિવાદોના ઉકેલ લાવી અને મહારાષ્ટ્રના વાડામાં નવી જમીન પર ફરીથી સફળતાની ઈમારત ઉભી કરી દીધી. કલ્પનાની મહેનતની કમાલ છે કે આજે કરોડોનું ટર્નઓવર છે. કલ્પના કહે છે કે તેને ટ્યુબ બનાવવા અંગે કોઈ જ જાણકારી નહોતી અને મેનેજમેન્ટ ક્યાય આવતું નહોતું પરંતુ વર્કર્સના સહયોગ અને શીખવાના ઉત્સાહને કારણે દેવું ફૂંકી ચુકેલી કંપનીને સફળ બનાવી દીધી.

૨૦૦૬ માં કોર્ટે તેમને જ કમાણી ટ્યુબ્સના માલિક બનાવી દીધા. આજે કંપનીનું ટર્ન ઓવર કરોડોનું છે. સાથે જ તેમણે બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેનારી છોકરીઓને કામ પણ શીખવાડ્યું. કલ્પનાના સંઘર્ષ અને મહેનતને જાણનારા તેના મુરીદ થઇ ગયા અને મુંબઈમાં તેમને ઓળખ મળવા લાગી. કલ્પના ૭૦૦ કરોડની કંપનીની માલિક છે, ચેરપ્રસન અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત છે. આજે કલ્પના સરોજ કમાણી સ્ટીલ્સ, કે.એસ. ક્રીએશન, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલપર્સ, કલ્પના એસોસિએટ્સ જેવી ડઝનેક કંપનીઓની માલિક છે. સમાજસેવા અને ઉદ્યમિતા માટે કલ્પનાને પદ્મશ્રી અને રાજીવ ગાંધી રતન ઉપરાંત દેશ – વિદેશમાં ડઝનેક પુરસ્કાર મળી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *