અઢી રૂપિયા રોજ કમાનાર વ્યક્તિ ગલીએ ગલીએ ફરીને વેચતો સાડી, આજે છે કરોડોના માલિક

કોલકાતાની ગલીઓમાં ‘સાડી લે લો’ એવો અવાજ લગાવવા વાળા બિરેનકુમાર બાસક ક્યારેય પોતાના ભાગ્ય સામે હાર્યા નહીં અને સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ તનતોડ મહેનત કરી. ખરેખર, બાસક તેમના ખભા પર સાડી લઈને શેરીમાં ફરતા અને સાડીઓ વેચતા હતા.

તે એક વણકરને ત્યાં દરરોજના 2.50 રૂપિયામાં સાડી વણવાનું કામ કરતા હતા, પરંતુ તેમની મહેનતે તેનો રંગ બતાવી દીધો અને હવે તે એક સાડી કંપનીના માલિક છે. તમને જણાવી દઈએ કે બિરેનકુમાર બાસક ‘બાસક એન્ડ કંપની’ ના માલિક છે. તેમની સાડીની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 કરોડ રૂપિયા છે.

નડિયા જિલ્લાના બિરેનકુમાર બાસકે 20 વર્ષ પહેલાં 6 ગજની સાડી વણી હતી, જેના પર તેમણે રામાયણના સાત ભાગો કોતર્યા હતા. તેમને દોરા પર રામાયણ કોતરવામાં એક વર્ષ લાગ્યું હતું, જ્યારે તેને વણાવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો.

તેમણે આ સાડી વર્ષ 1996 માં ડિઝાઇન કરી હતી. નદિયા જિલ્લાના ફુલિયા વિસ્તારના હેન્ડલૂમ વણકર બિરેનને તેમના કામ બદલ બ્રિટનની એક યુનિવર્સિટી દ્વારા ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. એટલું જ નહીં, બ્રિટનની વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીએ પણ તેમને ડોક્ટરેટની ડિગ્રી આપી હતી.

બાસકની આ 6 ગજની જાદુઈ કલાકૃતિ તેમને અગાઉ રાષ્ટ્રીય એવોર્ડ, નેશનલ મેરિટ સર્ટિફિકેટ એવોર્ડ, સંત કબીર એવોર્ડ જીતાડી ચુકી છે.

આ સિવાય તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ અને વર્લ્ડ યુનિક રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.મુંબઈ સ્થિત એક કંપનીએ 2004 માં આ સાડીના બદલામાં 8 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ તેઓએ તેને ઠુકરાવી દીધી હતી.

બાદમાં, તેમને નાદિયા જિલ્લાના ફુલિયા ખાતે એક વણકર દ્વારા રોજિંદા 2.50 રૂ. વેતન પર સાડી વણવાની નોકરી મળી હતી. તેમણે લગભગ 8 વર્ષ અહીં કામ કર્યું.આ પછી તેણે પોતાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું .

આ માટે તેણે પોતાનું ઘર ક્રેડિટ પર રાખ્યું. ઘરના બદલામાં તેમને 10,000 રૂપિયાની લોન મળી. તે તેમના મોટા ભાઈ સાથે મળીને વણકર પાસેથી સાડી લઇને વેચવા માટે કોલકાતા જતા હતા.

તેણે 1987 માં પહેલી સાડીની દુકાન ખોલી હતી. તે સમયે તેમની પાસે માત્ર 8 લોકો કામ કરતા હતા. ધીરે ધીરે ધંધો વધતો રહ્યો. આજે તે દર મહિને આખા દેશમાં 16 હજારથી વધુ હાથે બનાવેલી સાડીઓનું વેચાણ કરે છે.

એટલું જ નહીં, હવે તેમના સ્ટાફની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે અને તે લગભગ 5000 વણકર સાથે કામ કરી રહયા છે. હવે તેમની કંપનીનું ટર્નઓવર રૂ .50 કરોડ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *